કોર્ટનો હુકમ:ઠાસરામાં ઉછીના નાણાં પરત ન કરતાં એક વર્ષની સાદી કેદ

સેવાલિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રકમ ચૂકવવામાં કસૂર કરે તો બીજા બે માસની સજા થશે

ઠાસરાના સંજયભાઈ નરેન્દ્રભાઈ સોનીનો સંજય મેડિકલ સ્ટોર્સ આવેલો હોઇ ઠાસરા બસ સ્ટેન્ડ પાછળ રહેતા ઉદેસિંહ રમણભાઈ ભોઈ સાથે અવારનવાર દવાઓ ખરીદી કરવા આવતા ઓળખાણ પરિચય થયો હતો. ઉદેસિંહ માર્ચ 2019ના છેલ્લા અઠવાડિયામાં સંજયભાઈના વેપારના સ્થળે જઈને ટ્રાન્સપોર્ટના ધંધાનું મોટું પેમેન્ટ ન આવતા નાણાંની તાત્કાલિક જરૂરિયાત હોવાનું જણાવી રૂ.1,60,000 આઠ માસ માટે ચેકના બદલામાં માંગણી કરી હતી.

જેથી સંજયભાઈએ તેમના પિતાની હાજરીમાં 2019 એપ્રિલના પહેલા અઠવાડિયામાં રૂ.1.6 લાખ રોકડા ચૂકવી તેના બદલામાં બેન્ક ઓફ બરોડા નડિયાદ શાખાનો રૂ.1.6 લાખનો સંજયભાઈના નામનો લખી આપ્યો હતો. જેની પાકતી તારીખે જમા કરતા બાઉન્સ થયો હતો. જેની જાણ ઉદેસિંહને કરતા ચુકવણી ન કરતા વકીલ મારફતે નાણાંની માંગણી કરતી લીગલ નોટિસ કરતા રકમની ચૂકવણી ન કરતા ઉદેસિંહ ફરિયાદ દાખલ કરાવી હતી.

જેમાં ફરિયાદીના વકીલ પી.યુ.ગોહેલની દલીલો અને મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ કોર્ટે આરોપીને એક વર્ષ સાદી કેદની સજા તથા રકમના ચેકની તારીખથી ચુકવણી તારીખ સુધી 9% સાદા વ્યાજ સહિત વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો. અને રકમ ચૂકવવામાં કસૂરવાર થાય તો અલગથી બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...