ઠાસરા તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રિમોન્સુમની કામગીરીમાં કચાસના કારણે તાલુકાના ગામડાઓમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ખેતીના પાકમાં તેમજ ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફળી વળતા નુકશાનથી ગ્રામ્ય પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે.
રખીયાલ ફાટકથી રાણીયા ગામ સુધી જંગલી વેલનું મોટું સામ્રાજ્ય. તેમજ આ રોડની આજુબાજુ કાંસની સફાઇ ન કરવાથી વરસાદના પાણી રોડ ઉપર આવવાથી ગ્રામજનોને જવા આવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોડને પણ નુકશાન થાય છે. ઠાસરા તાલુકાના રખીયાલ., નેશ, ઢુણાદરા, સીમલજ કાલસર, મંજીપુરા, કંઠરાઇ, ભદ્રાસા, રાણીયા તેમજ અલગ અલગ નાના ગામડાઓમાં ચોમાસાની કાંસ વિભાગની નબળી કામગીરીથી વરાસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થાય છે.
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ગામડાઓમાં અમુક જગ્યાએ તંત્ર દ્વારા કાંસની સફાઇની કામગીરી બતાવીને બાકીનું કામ છોડી દઈ, લાખો રૂપિયાનું કૌભોડ આચરવામાં આવે છે તેમજ ગ્રામ પ્રંચાયતોમાં લાખો રૂપીયાના ખર્ચ બતાવી કૌભાડ આચરવામાં આવે છે. ગ્રામ પંચાયતો દ્વારા પોતાના મળતિયાઓના કોન્ટ્રાક્ટ આપી પંચાયતોમાં ખોટા ખર્ચા પાડી ખીસ્સા ભરવાનો કીમીયો થઈ રહ્યો છે.
કામગીરીની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે
આ કાંસ વિભાગની સફાઇની કામગીરીની તપાસ કરવામાં આવશે અને હું તપાસ કરાવી ખાત્રી થયા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.- રિધ્ધિ શુકલા, પ્રાંત અધિકારી, ઠાસરા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.