ઠાસરા ખાતે વાવણી સમયે ખેડૂતોને ખાતર ન મળતા તાલુકાના એક ખેડૂત દ્વારા ગાંધીનગર સુધી ફોન કરવામાં આવ્યો હતો જેને લઇ ઠાસરા ખાતે ખાતરની ગાડી પહોંચી હતી. પરંતુ સવારના 9 વાગે ખાતરની લાઇનમાં ઉભા રહેલ ખેડૂતને બપોર 3 વાગે ખાતરનુ વિતરણ હાથ ધરાતા હાલાકી વેઠવાની વારી આવી હતી.
ઠાસરા તાલુકાના ખેડૂતો વાવણી સમયે ખાતર નહિ મળતી હોવાને કારણે પડતી મુશ્કેલીઓને લઇ ઠાસરાના ખેડૂત ભાવેશ પટેલ દ્વારા કૃષિ મંત્રી રાઘવ પટેલને ફોન દ્વારા સંપર્ક સાધી તાલુકાના ખેડૂતોને યુરિયા ખાતર વગર પડતી તકલીફો જણાવતા 10 થી 11 વાગ્યા સુધી ખાતરની ગાડી આવી હતી.
જેને લેવા ખેડૂતોની 9 વાગ્યાથી મોટી સંખ્યામાં લાઈન લાગી હતી. પરંતુ 3 વાગે તેનું વિતરણ હાથ ધરાતા ખેડૂતોએ યુરિયા ખાતર લેવા પડાપડી કરી હતી. જેમાં મામલો ગરમ થતા ખેડૂતો પરેશાનની વેઠવાની વારી આવી હતી.
ગાડી આવતા સ્ટોક ગણી ખાતર અપાય છે
ખાતર સમય કરતા મોડુ આવવાથી તકલીફ પડી રહી હોવાનું ખેડુતો જણાવી રહ્યા છે. 2 થેલી જ ખાતર આધારકાર્ડ પ્રમાણે આપીએ છે. ગાડી આવ્યા બાદ સ્ટોક ગણી એને ચડાવીને જ વેચાણ કરી શકીએ છીએ. અમે યોગ્ય કામ કરી રહ્યા છે પરંતુ ઉપરથી ગાડી ટાઈમ પર નથી આવતી જેથી હાલાકી ખેડૂતોને ભોગવવી પડે છે. આજે 5 ટનેસલ્ફેટ અને 25 ટને યુરિયા આવ્યું છે. અમે 2 થેલી અને 5 થેલીની માત્રામાં આપીશું. યોગેશ પ્રજાપતિ, ડેપો મેનેજર, GATL, કિશાન કેન્દ્ર, ડાકોર.
25 દિવસ બાદપણ યોગ્ય માત્રા ખાતર ન મળ્યું
2 થેલીથી વધુ ખાતર મળતું નથી. જે અમને પૂરતું નથી હોતું. અમે સવારના અહીંયા 9 વાગ્યાના ઊભા છે, ત્યારે 3 વાગ્યા છતાં અમે લાઈનો લગાવીને ઉભા હોવા છતા પૂરતું ખાતર મળતું નથી. 25 દિવસ બાદ ગાડી આવ્યા બાદ એમને મળે છે. પૈસા આપતા પણ અહીંયા અમને યોગ્ય માત્રામાં ખાતર મળતું નથી. > મોહસીનખાન, ખેડૂત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.