સમસ્યા:સાઢેલી ગામની આંગણવાડીમાં ટપકતી છત નીચે ભણતાં ભૂલકા

ઠાસરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિનોવેશનમાં વેઠ ઉતારી કામગીરી કરાયાનો આક્ષેપ

ઠાસરાના સાઢેલી ગામમાં આવેલ આંગણવાડીમાં ચોમાસા દરમ્યાન છતમાંથી ટપકતા પાણીમાં અને અંદરના ભાગમાં થઈ ગયેલ જર્જરીત મકાનમાં ભૂલકાઓ ભણવા માટે મજબૂર બન્યા હતા. જેને કારણે રિવાવેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગ્રામજનનો દ્વારા રિનોવેશનના કામમાં કમ્પાઉન્ડવોલમાં કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાની સામગ્રી વાપરી હોવાનો આરોપ કર્યો હતો.આંગણાવાડીમાં રિનોવેશન કરવાની કામગીરીને બદલે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે 1.5 લાખનો ખર્ચ પાડી એટીવીટીનુ કામ શરૂ કરવામાં આવ્યું હતું. દિવાલ બનાવવા માટે નું કામ પેટા કોન્ટ્રાક્ટર શાતિભાઇને સોપવામાં આવ્યું હતું.

ગામ લોકો દ્વારા કમ્પાઉન્ડ વોલમાં નીચે આરસીસી પાયા નથી નખાયાનો આરોપ કરવામાં આવ્યો હતો. તથા કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટ પણ હલકી ગુણવત્તાવાળું અને કંપનીનો નામ વગરના માલનો ઉપયોગ કરતા અને ઇંટો અને રેતી પણ ગુણવત્તાવાળી વાપવામાં આવી હતી. જેને કારણે માહોલ ગરમાયો હતો. તાલુકા પંચાયતનો સંપર્ક કરતા તેમણે તેમના સમયમાં અપાયુ ન હોવાનું તથા તલાટી દિપીકાબેન એ આ બાબતે તપાસ કરવાનું જણાવ્યું હતું. આ અંગે ઠાસરા ડીડીપીઅોઅે જણાવ્યુ હતુ કે આ વાત મારા ધ્યાને આવી છે તપાસ કરાવી કાર્યવાહી કરીશું.

અન્ય સમાચારો પણ છે...