એટ્રોસિટી:'અમારા વિસ્તારમાં તમે મકાન કેમ રાખ્યું' તમે કહી ઠાસરામાં બે મહિલા સહિત ચાર વ્યક્તિઓએ જાતિ વિરુદ્ધ શબ્દો બોલ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગડદાપાટુનો મારી જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ

ઠાસરાના ચોરા ફળિયામાં એક વ્યક્તિએ મકાન લીધું હતું. જેના પગલે પાડોશીઓમાં નારાજગી વ્યાપી હતી તેમણે મકાન ખરીદનાર સાથે ઝઘડો કરી તમે હલકી જ્ઞાતિના છો. મકાન તમે અહીંયા શા માટે રાખ્યું? તેમ કહી ઝઘડો કરી જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલતા ઠાસરા પોલીસમાં ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ છે.

ઠાસરામાં ચોરાવાળા ફળીયામા કમલેશ મોહનભાઈ સિંધિયાએ પોતાના નામે મકાન ખરીદ્યું હતું જેની અદાવત રાખી વિરેન રમણભાઈ પટેલે ગમેતેમ ગાળો બોલી અમે તો માંસ, મચ્છી, મટન ખાઇને તમને હેરાન કરવાના છીએ તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગળદાપાટુનો માર મારી જાતિ વાચક અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી.

મંજુલાબેન છોડાવવા વચ્ચે પડતા તેઓને શર્મિષ્ઠાબેન વિરેન પટેલે ગમેતેમ ગંદી ગાળો બોલી સાલા હલકાઓ તેમને અહીંથી કાઢવાના છે તેમ કહી સેજલબેન દિલીપભાઈ પટેલે જાતિ વાચક શબ્દો બલવા લાગ્યાયા હતા. તેમજ તેમનું ઉપરાણુ લઇ દીપક કાલી, મગન પટેલ આવીને ગમેતેમ ગંદી ગાળો બોલી જાતિ વાચક શબ્દો બોલવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે કમલેશભાઈની ફરિયાદના આધારે ઠાસરા પોલીસે વિરેન પટેલ, શર્મિષ્ઠા પટેલ, સેજલ પટેલ અને દિપક પટેલ સામે એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...