​​​​​​​સમારકામ કરવા માગ:સેવાલિયામાં કામ પૂરૂ થતાં માટી નાખી ખાડા પૂરતાં પાણી ભરાયું

સેવાલિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સેવાલીયામાં ગેસ લાઈન માટે ખોદેલા ખાડામાં માત્ર માટી નાખી પૂરી દેવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. - Divya Bhaskar
સેવાલીયામાં ગેસ લાઈન માટે ખોદેલા ખાડામાં માત્ર માટી નાખી પૂરી દેવાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા.
  • ગેસ લાઇન નાંખવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા
  • સમારકામ યોગ્ય રીતે કરવા સ્થાનિક રહિશોની માગ

સેવાલીયામાં વાહનો ફસાઈ જવાની ઘટના બાદ ગેસ લાઈન નાખવા માટેના ખાડાઓને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જેમાં કામ પૂર્ણ થઇ ગયા બાદ ફક્ત માટી પાથરી દેવામાં આવી હતી. વરસાદ પડવાથી પાથરેલી માટી ભૂતળમાં ધરી જવાને કારણે મસમોટા ખાડા પડી જવા પામ્યા હતા. જેને કારણે પસાર થતા લોકોને ગંદકીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો.

ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલીયા ખાતે ગેસ લાઈન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા. ગેસ લાઇનનું કામ પૂર્ણ થતા કાઢેલી માટીને પુરી દેવામાં આવી હતી. જે બાદ યોગ્ય સમારકામ કરવામાં ન કરવાને કારણે ઠેરઠેર ખાડાઓ થઈ ગયા હતા. વરસાદ શરૂ થઇ જવાને કારણે યોગ્ય રીતે સમરકામ ન કરતા નંદનવન સોસાયટીની બહારના રસ્તા પર અને કેટલીક જગ્યાએ ખાડા પડી જવાને કારણે વરસાદી પાણી ભરાતા કાદવકીચડ થઈ જવા પામ્યો હતો.

જેને કારણે સોસાયટીના રહીશો તથા વિસ્તારમાંથી પસાર થતા લોકોને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. માટી ભર્યા ખાડાને કારણે વાહનો ફસાઇ જવાની ઘટનાઓ થવા પામી હતી. જેને કારણે વાહન ચાલકોને પણ નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો. સત્વરે આ ખાડાઓનું સમારકામ યોગ્ય રીતે થાય તેવી માંગ સેવાલીયાના રહીશો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...