જુગારધામ પર પોલીસની કાર્યવાહી:નડિયાદના ચકલાસી પોલીસ મથકની હદમાં વિઝલન્સ પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો, 8 જુગારીઓને રંગેહાથ ઝડપ્યાં

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચકલાસી પોલીસે આબરૂ બચાવવા વડતાલના ધોળીયા કુવા વિસ્તારમાંથી દરોડો પાડી 51 હજારનો ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો
  • વિઝલન્સ પોલીસે ઉત્તરસંડામાંથી જુગારીયાઓને પકડી રૂપિયા 60 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ખેડા જિલ્લામાં દારૂ-જુગારની બદીઓ વ્યાપક પ્રમાણમાં ફૂલીફાલી છે. ત્યારે નડિયાદના ચકલાસી પોલીસ મથકની હદમાં વિજિલન્સ પોલીસે જુગારધામ પર દરોડો પાડયો છે. તો બીજી બાજુ ચકલાસી પોલીસ ઊઘતી ઝડપાતા આ બાદ આબરૂ બચાવવા માટે સ્થાનિક પોલીસે વડતાલના ધોળીયા કુવા વિસ્તારમાંથી દરોડો પાડી 51 હજારનો ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો છે.

આગામી રવિવારે નડિયાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે, ત્યારે જિલ્લાની સાથે સાથે રાજ્યની પોલીસ પણ એલર્ટ મોડમાં ગોઠવાઈ ગઈ છે. ગતરોજ ચકલાસી પોલીસ મથકની હદમાં આવેલા ઉતરસંડા ગામે વિઝલન્સ પોલીસે દરોડો પાડી જુગારધામ પકડી પાડ્યું છે. અહીયા વડ નીચે ખુલ્લામાં ચાલતા જુગાર ધામ પર વિજિલન્સ પોલીસે સપાટો બોલાવ્યો છે. જેમાં કુલ નવ વ્યક્તિઓ સામે જુગાર ધારાની એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. આમાંથી આઠ વ્યક્તિઓ રંગે હાથે પકડાઈ ગયા છે. જ્યારે એક વ્યક્તિ ફરાર થઇ ગયો છે.

પોલીસે રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન અને વાહન મળી કુલ રૂપિયા 60 હજાર 140નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.વિજિલન્સ પોલીસના આ દરોડાથી ચકલાસી પોલીસ ઉંધતી ઝડપાઈ હતી. ત્યારે ચકલાસી પોલીસે આબરૂ બચાવવા પ્રોહિબિશનનો કેસ બતાવ્યો હતો.

ઉપરોક્ત ઘટના બાદ સફાળી જાગેલી ચકલાસી પોલીસે વડતાલના ધોળીયા કુવા વિસ્તારમાંથી દરોડો પાડી 51 હજારનો ઇંગ્લિશ દારૂ ઝડપી લીધો છે. પોલીસે ઈકો ગાડી તથા મોટરસાયકલ મળી 2 લાખ 71 હજાર 600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આ બનાવમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ધર્મેન્દ્ર ઉર્ફે ચકો, વિજય અજીત ચૌહાણ અને ભુપેન્દ્ર મફત પરમારનો સમાવેશ થાય છે આ પૈકી વિજય ચૌહાણ એકલો જ પોલીસના હાથે પકડાઈ ગયો છે.

જુગારના આરોપીઓ

સંજય પરમાર,મિહિર જગદીશ મકવાણા, જયંતિ ઝવેર હરીજન,મહજી ગેલાભાઈ પરમાર,કાંતિ મંગળભાઈ ઠાકોર, ફકીરમામદ રહેમાન દીવાન, મનીષ રમણભાઈ પટેલ,ભરત કાંતિભાઈ વાઘેલા

ફરાર આરોપી સલીમ વોરા

અન્ય સમાચારો પણ છે...