ભાજપ પ્રેરિત વિકાસ પેનલનો વિજય:માતરના લીંબાસી સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ધારાસભ્ય કેસરિસિંહ સોલંકીની સમગ્ર પેનલની જીત થઈ

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થતો હતો
  • આ ચૂંટણીમાં ભાજપે પેનલ ઉતારી વિજય મેળવ્યો

માતરના લીંબાસી ગામે લીંબાસી સેવા સહકારી મંડળીની ચૂંટણીમા ભાજપ પ્રેરિત વિકાસ પેનલનો વિજય થયો છે. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થતો હતો, પરંતુ ચાલુ વર્ષે આ ચૂંટણીમાં ભાજપે પેનલ ઉતારી વિજય મેળવ્યો છે.

ખેડા જિલ્લાના માતર તાલુકાના લિબાસી ગામે આવેલી સેવા સહકારી મંડળીમાં તાજેતરમાં ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પોતાની 9 સભ્યોની પેનલ અહીયા ઉતરી હતી. ગતરોજ ચૂંટણી અને આજે તેનુ પરિણામ જાહેર થતાં આ સહકારી મંડળીમા કેસરીસિંહ સોલંકીની પેનલનો વિજય થયો છે. મહત્વની વાત કરીએ તો 1996થી સેવા સહકારી મંડળી પર કોંગ્રેસ પેરિત પેનલનું સાશન હતું. આ સેવા સહકારી મંડળી કરિયાણું સહીત રાસાયણિક ખાતરનું વેચાણ કરે છે‌. ગતરોજ યોજાયેલા આ ચૂંટણીમાં લીંબાસી, નગરામાં, મરાલા સહીતના ગામડાઓના મતદારોએ મતદાન કર્યું હતું.

કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, 1995 બાદ આ સેવા સહકારી મંડળીમાં ચૂંટણી થઈ જ નથી. માટે એક હથ્થુ સાસન કોંગ્રેસ ભોગવી રહી હતી. ચાલુ વર્ષે અમારી વિકાસ પેનલના 9 સભ્યોએ અહીયા વિજય મેળવ્યો છે. અગાઉ ખેડૂતોને ખાતરમાં પણ અન્યાય થતો હતો. આજે જ્યારે અમારી પેનલ વિજય બની છે ત્યારે સૌ મતદારોને આભાર માન્યો છે અને તમારા નાના મોટા પ્રશ્નો વહેલી તકે ઉકેલ લાવવામાં મદદરૂપ થશે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...