જાહેરનામું:ખેડા ધોળકા હાઇવે પર આજે વાહન વ્યવહાર બંધ રહેશે

ખેડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસણા ટોલ નજીક 2 દિવસ રેલવે બ્રિજની કામગીરી કરાશે
  • વાહનચાલકો વૈકલ્પિક રૂટ પરથી ખેડા -ધોળકા તરફ જઇ શકશે

ખેડા–ધોળકા હાઇવે ઉપર વાસણા બુઝર્ગ ગામ પાસેથી પસાર થતી DFCC ગુડ્સ ટ્રેનના બ્રીજના બાંધકામને લઇને 2 દિવસ સુધી રસ્તો બ્લોક કરી વૈકલ્પિક રસ્તાઓ ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરાતા ખેડા -ધોળકા હાઇવે 2 દિવસ બંધ કર્યો હોવાનું જાહેરનામું કલેક્ટરે પ્રસિદ્ધ કર્યું હતુ.

ખેડા ધોળકા હાઇવે પાસે આવેલ વાસણા ટોલ નજીક DFCC ટ્રેન રૂટ પસાર થાય છે. જેના અનુસંધાને રૂટના બાંધકામને લઇ મોટી જાનહાનિ અથવા ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તેને લઇને તા.22 થી 23 નવેમ્બર સુધી હાઇવે બંધ કર્યો હતો.

જેમાં ખેડા - હરીયાળા ચોકડી થી ધોળકા તરફ જતા વાહન વ્યવહાર માટે ખેડા – હરીયાળા ચોકડી – બારેજા ચોકડી – મહિજડા થઈ ધોળકા તરફ થઈ શકશે. અને ધોળકા તરફથી ખેડા જિલ્લાની હદ રસીકપુરા બ્રીજથી રઢુ થઈ ખેડા હરીયાળા ચોકડી તરફ આવતા વાહન વ્યવહાર માટે ધોળકા તાલુકાના સહિજ ગામ ત્રણ રસ્તા – વૌઠા – માતર તાલુકાના પાલ્લા ગામ – વારૂકાસ ચોકડી – માતર – ખેડા તરફ જઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...