વિકાસશીલ ગુજરાતના ખેડામાં આવેલ ગલતેશ્વરને છેવાડે આવેલા વનોડા ગામ વિકાસથી વંચિત હોય તેવું જણાઇ રહ્યું છે. 7 હજારની વસ્તી ધરાવતા આ ગામના લોકો આજદીન સુધી ગામમાં સ્મશાન જોવા પામ્યા નથી. સ્મશાન ન હોવાને કારણે ગામના લોકો દ્વારા મૃતદેહનો નિકાલ કરવા માટેની સ્મશાનની માંગણીમાં તંત્ર દ્વારા રાહ જોવડાવવામાં આવતા હવે આ પ્રશ્નનનો ઉકેલ ક્યારે આવે તે જોવું રહ્યું. વનોડા ગામ સાત હજાર જેટલી વસ્તી ધરાવે છે. તથા આસપાસના 7 ગામના લોકો માટે મૃતદેહને અગ્નિસંસ્કાર માટેની જગ્યા ન ફાળવવામાં આવતા લોકો આ ગંભીર સમસ્યાથી પીડાતા સ્મશાનની સુવિધાની માંગ કરી રહ્યા છે.
સામાન્ય દિવસોમાં સ્મશાનની સુવિધા ન હોવાને કારણે લોકોને નજીકના ગામમાં જવાની વારી આવી ઉભી થાય છે. જેને કારણે લોકોને આર્થિક રીતે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ચોમાસાના સમયમાં સ્મશાન ન હોવાને કારણે નદી કિનારે મૃતદેહને અગ્નિસંસ્કાર દઈ અધૂરો મૃતદેહ મૂકી કેટલીક વખત ચાલ્યા જવું પડતું હોય છે, જેને કારણે મૃતદેહ કેટલીક વખત પાણીમાં તણાઇ જતા હોવા પામે છે.
તણાઇ જતા મૃતદેહ મહી નદીમાંથી પસાર થાય છે. આ નદીનું પાણી કપડવંજ સુધીના ગામોના પીવાના ઉપયોગમાં લેવામાં આવે આવતા પરિસ્થિતિ ગંભીર બની હતી. ગામના સરપંચ વિનલ પટેલ દ્વારા એમજીવીસીએલ થર્મલ પાવર સ્ટેશના તેઓના સીએસઆર ફંડમાંથી સ્મશાન બનાવવા માટે લાંબા સમયથી રજૂઆત કરેલ હોવા છતાં આજદિન સુધી તેનું કોઈ નક્કર પરિણામ મળ્યું ન હતું. સ્મશાનની આવી ગંભીર સમસ્યાથી પીડાતા ગામના લોકો દ્વારા તંત્ર સામે સત્વરે સ્મશાનની સુવિધા મળે તેવી માંગ કરવામાં આવી હતી.
સ્મશાન માટે હેડઓફિસથી મંજૂરી માંગવામાં આવી
ગામના સ્મશાનની સુવિધા માટે તથા ગામના લોકોને આ સ્મશાનની સમસ્યામાંથી કાયમ માટે છુટકારો આવે તેને લઇને થર્મલ પાવર સ્ટેશનના હેડઓફિસે આ બાબતની મંજૂરી અગાઉથી માંગવામાં આવી છે. મંજૂરી મળતા જ યુદ્ધના ધોરણે સુવિધાઓથી સજ્જ સ્મશાન બનાવવામાં આવશે. - વિનલભાઇ પટેલ, ઇજનેર, થર્મલ પાવર સ્ટેશન, સેવાલીયા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.