જરૂરિયાતમંદો લોકો પોતાની પસંદગીના કપડાં ખરીદી શકે એ હેતુસર યુઝ્ડ ક્લોથ પ્રદર્શન/વેચાણ પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો. જ્યાં આ વિચારને સમાજના જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા ‘ગુજરાત દર્પણ”ના માધ્યમથી સુભાષભાઇએ જે પહેલ કરી છે. આ પ્રવૃત્તિ શરૂ કરવા પાછળ અંદાજિત રૂ. 25,000નો ખર્ચ થાય છે. જે 'ગુજરાત દર્પણ'-અમેરિકા સંચાલિત-'શ્રીમતી ભગવતી સેવા સંકુલ, નડિયાદ' દ્વારા કરવામાં આવી રહ્યો છે.
1993માં અમેરિકા આવી 1994માં સર્વપ્રથમ ગુજરાતી નિઃશુલ્ક સામયિક 'ગુજરાત દર્પણ' શરૂ કરવામાં જેમનો અમુલ્ય ફાળો છે. એવા ભગવતીબેન શાહનું તારીખ 26 જૂન 2021ના રોજ અવસાન થયું. તેમની સ્મૃતિોઓને યાગ કરીએ તો તેમણે 2007માં અમેરિકામાં 'સ્વજન' શરૂ કરવામાં એટલો જ સહયોગ આપ્યો હતો. તેઓ પહેલેથી સમાજસેવામાં વધારે રસ ધરાવતા હતા. તેઓ કોઈ જરૂરિયાતમંદને કોઈપણ વસ્તુની જરૂર હોય તો પુરી કરી આપતા હતા. તેઓ એવુ વિચારતા હતા કે, દાનની મહિમામાં અન્નદાન પછી વસ્ત્રદાનનું મહત્વ રહેલું છે. તેથી તેમના મનમાં એક એવો વિચાર આવ્યો હતો કે, આપણે અહીં એમેરિકામાં જે યુઝ્ડ થયેલા કપડાંને ડમ્પબોક્ષમાં મુકવા દુર સુધી જઈએ છીએ. તેના કરતાં કોઈને આપીએ તો એ ક્ષોભ અનુભવી પરત કરે છે, પરંતુ આવા કપડાં આપણે ત્યાં આર્થિક રીતે નબળા/જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી શકીએ તો વધારે સારું, પરંતુ દુર્ભાગ્યવશ તેમનો આ વિચાર સાકાર થાય તે પહેલાં તો તેઓનો સ્વર્ગવાસ થઈ ગયો. એમનો આ વિચાર માત્ર વિચાર બનીને રહી ગયો. ત્યારબાદ જ્યારે 2020માં સુભાષભાઈ નડિયાદ આવ્યા ત્યારે તેઓએ સ્વ. ભગવતીબેનની જે ઈચ્છા હતી તેને મૂર્તિમંત કરવા માનવસેવાને વરેલી કેટલીક સંસ્થાઓનો સંપર્ક કર્યો.
ત્યારબાદ તેઓએ સમાજના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ લોકો પોતાની પસંદગીના કપડાં (યુઝ્ડ થયેલા) માત્ર ટોકન ચાર્જ (રૂ।. 25/-)થી ખરીદી શકે એ હેતુસર આ પ્રવૃત્તિ જે તે સંસ્થાઓના સહયોગથી શરૂ કરી છે. આ સેવાનો તમામ ગ્રુપ સ્વ.ભગવતીબેનને ફાળે જાય છે. તેમના વિચારને સમાજના જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા ‘ગુજરાત દર્પણ”ના માધ્યમથી સુભાષભાઇએ જે પહેલ કરી છે તે કાબીલેદાદ છે. એક સંસ્થામાં આ પ્રવૃત્તિ શરૂ કરવા પાછળ અંદાજિત રૂ. 25,000નો ખર્ચ થાય છે. જે 'ગુજરાત દર્પણ'-અમેરિકા સંચાલિત-'શ્રીમતી ભગવતી સેવા સંકુલ, નડિયાદ' દ્વારા કરવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.