ખેડા-આણંદ જિલ્લામાં ઘરફોડ ચોરીનો પ્રમાણ વધ્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય, આણંદ અને સાબરકાંઠા જિલ્લામાં 20થી વધુ જગ્યાએ ચોરીને અંજામ આપનાર ત્રિપુટીને ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધી છે. પોલીસે 23 જેટલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે અને ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1 લાખ 20 હજાર 900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ખેડા લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસના માણસો ગતરાત્રે માતર તાલુકાના લીંબાસી ગામમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન અહીંયા થી પસાર થતી શંકાસ્પદ કાર નંબર (GJ 01 HU 7421)ને અટકાવી હતી. કારમાં સવાર ત્રણ ઈસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહેશ ઉર્ફે જાડીયો રમણભાઇ ચુનારા (ઉ.વ.32 રહે, મટોડા, વાલીયાપુરા વાસ, તા. સાણંદ જિ.અમદાવાદ), કિરણ રતીલાલ ચુનારા વાધરી (ઉવ.26 રહે,મટોડા, મોટાવાસ, તા:સાણંદ જી.અમદાવાદ) અને પ્રકાશ ઉર્ફે પકો રતીલાલ ચુનારા વાધરી (ઉવ.21,રહે,મટોડા, મોટાવાસ, તા:સાણંદ જી અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસની તપાસમાં આ ત્રિપુટી અમદાવાદ ગ્રામ્ય, આણંદ અને સાબરકાંઠા જિલ્લામાં 20થી વધુ જગ્યા ઉપર ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે ઉપરોક્ત કાર સાથે રોકડ રૂપિયા મળી તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 1 લાખ 20 હજાર 900નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય ઈસમોની કડક પૂછપરછ આદરી હતી. જેમાં 23 જગ્યાએ ઘરફોડ ચોરીના ગુનાની કબૂલાત કરી હતી
(1) આજથી આશરે એક માસ પહેલા ધંધુકા (ગામની અંદર) જી.અમદાવાદ ખાતે સફેદ કલરની સ્વીફટ ગાડી લઇ એક પાકા મકાનમાંથી 200 ગ્રામ ચાંદી (ઝુમ્મર, છા-2 જોડી)1 તોલા સોનાનો દોરો ચોરી કરેલાની કબુલાત કરી છે.
(2) આજથી આશરે છએક માસ પહેલા દેઇડ (લૌદરીયા) તા.બાવળા જી.અમદાવાદ ખાતે એક કાચા મકાનમાંથી રૂ.10 હજાર રોકડાની ડબ્બામાંથી ચોરી કરેલાની કબુલાત કરી છે.
(3) આજથી આશરે બે વર્ષ પહેલા ચંદીસર તા.ધોળકા જી.અમદાવાદ ખાતે બે મો.સા સાથે જઇ એક પાકા મકાનમાંથી ચાંદીની વીટી તથા રોકડા રૂપિયા 30 હજાર બરણીમાંથી ચોરી કરેલાની કબુલાત કરી છે.
(4) આજથી આશરે દોઢેક વર્ષ પહેલા આણંદ જીલ્લાના ખંભાત ગામની એક સોસાયટીમાંથી સફેદ કલરની સ્વીફટ ગાડી લઇ એક પાકા મકાનમાંથી સોના તથા ચાદીના દાગીના તથા રોકડાની ચોરીની કબુલાત કરી છે.
(5) આજથી આશરે આઠેક માસ પહેલા બાવળા (રેલ્વે ફાટકની બાજુમાંથી) જી.અમદાવાદ ખાતે બે મો.સા સાથે જઇ એક પાકા મકાનમાંથી રોકડા 35 હજાર રૂપિયાની ચોરી કરેલાની કબુલાત કરી છે.
(6) આજથી આશરે એક વર્ષ પહેલા સોયલા (મોડાસર) તા.સાણંદ જી અમદાવાદ ખાતે ચાલતા જઇ એક કાચા મકાનમાંથી 1 તોલા સોનું (કાપ) ડબ્બામાંથી રોકડા 18 હજાર ચોરી કરેલાની કબુલાત કરી છે.
(7) આજથી આશરે દોઢેક વર્ષ પહેલા ધનસુરા જી.સાબરકાંઠા ખાતે ધોળકાના મુસ્લીમ મિત્રની ઇનોવા ગાડી લઇ જઇ એક પાકા મકાનમાંથી સોનાના બે દોરા તથા એક ચાંદીના એક ટુડનો જડો તથા રોકડા 15 હજાર ચોરી કરેલાની કબુલાત કરી છે.
(9) આજથી આશરે બે વર્ષ પહેલા સાણંદબાજુની બાજુનું ગામ ખાતે ચાલતા જઇ છાપમાંથી ડબ્બામાંથી રોકડા 30 હજાર ચોરી કરેલાની કબુલાત કરી છે.
(9) આજથી આશરે છ માસ પહેલા નાની દેવી તા.સાણંદ જિ.અમદાવાદ ખાતે TV બ્લેકગાડી સાથે જઇ એક પાકા મકાનમાંથી ચાંદીના એક જોડ કડલા તથા રોકડા રૂપિયા 9 હજાર ચોરી કરેલાની કબુલાત કરી છે.
(10) આજથી આશરે છ માસ પહેલા નાની દૈવતી તા.સાણદ જિ.અમદાવાદ ખાતે TV બ્લેકગાડી સાથે જઇ એક પાકા મકાનમાંથી સોનાની વીટી નંગ-1 તથા ચાંદીની વીંટી નંગ-1 તથા રોકડા 6 હજાર ચોરી કરેલાની કબુલાત કરી છે.
(11) આજથી આશરે બે વર્ષ પહેલા દંઇડ તા.બાવળા જી.અમદાવાદ ખાતે બે મો.સા.લઇ એક પાકા મકાનમાંથી સોનાની કાનની વારી 2 તથા ચાદીનો મોટો જાડો દોરો તેમજ પગની વીંટી તથા રોકડા 3 લાખ 13 હજારની ચોરી કરેલાની કબુલાત કરી છે.
(12) આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા સાણંદ-નળ સરોવર રોડ (ચીહોલની બાજુનુ ગામ) જી,અમદાવાદ ખાતે બે મો.સા. લઇ ચાલુ બાઇકે સોનાનો દોઢ તોલાનો દોરો ચીલ ઝડપ કરેલાની કબુલાત કરી છે.
(13) આજથી આશરે અઢી વર્ષ પહેલા વીંછીયા નળ સરોવર રોડ જી.અમદાવાદ ખાતે બે મો.સા.લઇ ચાલુ બાઇકે (સોનાનો બે તોલાનો દોરો) ચીલ ઝડપ કરેલાની કબુલાત કરી છે.
(14) આજથી આશરે પાંચ માસ પહેલા પીરાણા જી.અમદાવાદ ખાતે બે મો.સા.લઇ એક પાકા મકાનમાંથી સોનાના બે તોલાનો દોરો તથા યાંદીના પગના કડલા તથા રોકડા રૂપિયા 10 હજાર ચોરી કરેલાની કબુલાત કરી છે.
(15) આજથી આશરે પાંચ માસ પહેલા શીશા તા સાણંદ જી.અમદાવાદ ખાતે બે મો સા.લઇ સૌનાના બે તોલાનો દોરો તથા ચાંદીના પગના છડા 500 ગ્રામના તથા રોકડા રૂપિયા 25 હજાર ચોરી કરેલાની કબુલાત કરી છે.
(16) આજથી આશરે પાંચ માસ પહેલા પીપળ તા.સાણંદ જી.અમદાવાદ ખાતે એક પાકા મકાનમાંથી ચાંદીના પગના કડલા તથા રોકડા રૂ. 30 હજાર ચોરી કરેલાની કબુલાત કરી છે.
(17) આજથી આશરે છ માસ પહેલા રાણેસર તા.બાવળા જી.અમદાવાદ ખાતે એક પાકા મકાનમાંથી બે તોલાના સોનાના દાગીના તથા રોકડા રૂ. 35 હજાર ચોરી કરેલાની કબુલાત કરી છે.
(18) આજથી આશરે ત્રણ માસ પહેલા આવેદા તા.બાવળા જી.અમદાવાદ ખાતે બે મો.સા લઇ ચાલુ બાઇકે એક બહેનની સોનાની કાનની બુટ્ટી ખેંચી લીધેલાની કબુલાત કરી છે.
(19) આજથી આશરે પાંચ માસ પહેલા સૌંદરેજ ધોળકા બાવળા રોડ જી,અમદાવાદ ખાતે બે મો.સા.લઇ ચાલુ બાઇકે એક બહેનનું પાકીટ ખેચી લીંધેલાની કબુલાત કરી છે.
(20) આજથી આશરે ચાર માસ પહેલા શાંતિપુરા સનાથલ ચોકડી થી સાણંદ રોડ જી.અમદાવાદ ખાતે બેમો.સા.લઇ ચાલુ બાઇકે સોનાનો અઢી તોલાનો દોરો ની ચીલઝડપ કરેલાની કબુલાત કરી છે.
(21) આજથી આશરે આઠ માસ પહેલા રૂપાલ તા.બાવળા જી.અમદાવાદ ખાતે એક સ્વીફ્ટ ગાડી વ્હાઇટ કલરની લઇ એક પાકા મકાનમાંથી સૌનાની એક જોડી બુટ્ટી તથા રોકડા રૂપિયા 46 હજારની ચોરી કરેલાની કબુલાત કરી છે.
(22) આજથી આશરે પાંચ માસ પહેલા રૂપાલ તા.બાવળા જી.અમદાવાદ ખાતે 2 મો.સા. લઇ એક પા મકાનમાંથી સોનાનો એક દોરો તથા 1 જોડી બુટ્ટી તથા એક વીંટી તથા રોકડા રૂપિયા 20 હજારની ચોરી કરેલાની કબુલાત કરી છે.
(23) આજથી આશરે સાતેક માસ પહેલા કાજીપુરા તા.બાવળા જિ.અમદાવાદ ખાતે ધોળકાના મુસ્લીમ મિત્રની ઇનોવા ગાડી લઇ જઇ ચાંદીનો છ તોલાનો દોરા ચોરી કરેલાની કબુલાત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.