દસ્તાવેજોની ચકાસણી:રાજ્ય મહેસૂલ વિભાગની ટીમે માતર સબ રજીસ્ટાર કચેરીમાંથી શંકાસ્પદ જણાતા દસ્તાવેજો ચકાસણી અર્થે લીધા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતરમાંથી બોગસ ખેડૂત ખાતેદાર બનવાનું કૌભાંડની સંભવના

ખેડા જિલ્લામાં બીન ખેડૂતને ખેડૂત બનાવવાના ચાલતા કૌભાંડની શંકાના આધારે ગઈકાલથી રાજ્યની મહેસૂલ વિભાગની ટીમ ખેડા જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. માતર સબ રજીસ્ટાર કચેરીમાંથી કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો ગઈકાલ મોડી રાત્રે ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા છે. તેની ચકાસણી તપાસણી દરમિયાન કંઈક બહાર આવે તેવી શક્યતા છે. જોકો, હાલમાં આ બાબતે કોઈ અધિકારી કંઈ કહેવા તૈયાર નથી.

ગતરોજ ગાંધીનગર મહેસૂલી અધિકારીઓની ટીમે ખેડા અને માતર પંથકમાં ઓચિંતી મુલાકાત લઈ દસ્તાવેજોની ચકાસણી કરી હતી. દસ્તાવેજો રેકર્ડ ફંફોસી ચકાસણી અર્થે લીધા છે.

આ ઘટના સંદર્ભે માતર મામલતદાર બી.સી. ભગતે જણાવ્યું હતું કે, ગઈકાલે સવારે ગાંધીનગરથી તપાસણી કરવા આવ્યા હતા. જોકે. આ ચકાસણી સબ રજીસ્ટાર કચેરી કરી છે મારી કચેરીની તપાસ કરવામાં આવી નથી તેઓએ જે કંઈ સબ રજીસ્ટારમાં દસ્તાવેજો માગ્યા છે તે દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી છે.

આ અંગે માતરના સબ રજીસ્ટાર એન.આર.પટેલે જણાવ્યું હતું કે. કોઈ માહિતીની જરૂર હોવાથી ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની ટીમ આવી હતી. જે માહિતી આપણે પૂરી પાડી છે. દસ્તાવેજ ને લગતી માહિતી આપવામાં આવી છે વર્ષ 2020-21ના દસ્તાવેજ નંબરની ચકાસણી કરાઈ છે. લગભગ ત્રણ કલાક સુધી તપાસ ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...