​​​​​​​​​​​​​​રોષ:ખેડાની ખુમરવાડમાં બનાવેલ RCC રોડ બે દિ’માં ખખડધજ

ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણતરીના કલાકોમાં રોડ પરની કાંકરીઓ બહાર આવી
  • ચોકડીથી ખેડા કેમ દૂધ મંડળી સુધી નવો રોડ બનાવ્યો

ખેડા નગરપાલિકાના તાબામાં આવતા ખેડા કેમ્પ ખાતે ખુમરવાડ ચોકડીથી ખેડા કેમ દૂધ મંડળી અને રામાપીર મંદિર સુધી નવો આર.સી.સી રોડ બનાવવામાં આવ્યો હતો. જે રોડ બન્યાના ગણતરીઓના કલાકોમાં જ રોડની અંદરનું મટીરીયલ બહાર નીકળી જતા રસ્તા પરથી પસાર થતા લોકો રોષે ભરાયા હતા.

ખેડાના ખુમરવાડ ચોકડીથી દૂધ મંડળી સુધી લાખો રૂપિયાના ખર્ચે આર.સી.સી રોડ બનાવવામાં આવ્યો હતો. જેમાં વાપરવામાં આવેલ મટીરીયલ ગણતરીના કલાકોમાં રોડની ઉપર આવી ગયું હતું. આ બાબતે ખેડા પાલિકાના સભ્ય પ્રભાતસિંહ સોલંકીએ ખુમરવાડ ચોકડી થી ખેડા કેમ્પ દૂધ મંડળીનો જે આર.સી સી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો હતો.

જેણે કામ કરવામાં વેઠ ઉતારી હતી જેને કારણે રોડની ખખડધજ હાલત થવા પામી હોવાનું જણાવ્યું હતું. ખુમરવાડ ચોકડીથી રામાપીરના મંદિર સુધી અંદાજે 700 ફૂટ જેટલું સીસી રોડનું કામ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન સ્થાનિકો દ્વારા રોડ 15 ફૂટ પહોળાઈમાં કરવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા 12 ફૂટ પહોળાઈનો આ.ર.સી.સી. રોડ બનાવવામાં આવ્યો હતો. ફક્ત 2 જ દિવસમાં નવા રોડની ખખડધજ હાલત થઈ જવાને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાની વારી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...