આક્રોશ:તળાવના પાણી ગ્રામજનો માટે છે, ખાનગી કંપનીનો ઉપયોગ બંધ કરવા ઉગ્ર રજૂઆત

ખેડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોબલજના ગ્રામજનોનું મામલતદારને આવેદન, ઉપવાસની ચિમકી ઉચ્ચારી

ખેડાના ગોબલજ ગામે તળાવ માંથી ખાનગી કંપની દ્વારા નર્મદા સિંચાઈ માંથી પાણી મેળવીને કંપનીના કામે ઉપયોગમાં લેવામાં આવે છે. આ તળાવ આસપાસ કાજીપુરા/વૈકુંઠ પુરા, સમાદરા ગામ પંચાયત અને અન્ય માલિકીની પ્રાઇવેટ જગ્યાઓનો પણ આવેલ છે. ગ્રામ પંચાયત અને ખેડૂતોની રજુવાત છે કે કંપની દ્વારા તળાવમાંથી પાણી લેવા બાબતે પૂર્વ મંજૂરી લેવામાં.આવી નથી. જેથી તળાવનું પાણી બંધ કરવામાં આવે.

આ પાણી નો ઉપયોગ માત્ર ખાનગી કંપની જ કરી રહી છે. હાલમાં ઉનાળાનો સમય હોવાથી આ પાણીનો ખાનગી કંપની દ્વારા ઉપયોગ થતો હોવાથી પાણીનો સપ્લાય બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. જો તેમની માંગ પૂર્ણ કરવામાં નહી આવે તો, આગામી તા.17 મેના ગ્રામ પંચાયત અને સ્થાનિક ખેડુતો ભેગા થઈ ખાનગી કંપનીના સંપના સ્થળ ઉપર ભેગા થઈ પાણી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સાથે સાથે સવારે ત્યાં સ્થળ ઉપર ખાનગી કંપની સામે પ્રતીક ઉપવાસ ઉપર બેસવા ની ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે અગાઉ ગામના લોકોએ ખેડા તાલુકા સ્વાગત કાર્યક્રમ માં અરજી કરીને રજૂઆત કરવામાં આવી હતી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.

અન્ય સમાચારો પણ છે...