અકસ્માત:ખેડા ચોકડી પાસે ડમ્પર ચાલકે એસ.ટી બસનો કાચ તોડી નાખ્યો

ખેડા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડમ્પર માલિકે નુકસાન આપવાનું કહેતાં મામલો થાળે પડ્યો

ખેડા ચોકડી પાસે એક માટીના ડમ્પર એકાએક ડમ્પર રિર્વસ લેતા પાછળ ઉભી રહેલ એસ ટી બસ ને ટક્કર મારતા બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. બસ ડ્રાયવર દ્વારા સતત હોર્ન મારવા છતાં પણ ડમ્પર ચાલક રોકાયો ન હતો અને બસના આગળના ભાગે ટક્કર મારતા બસમાં બેઠેલા પેસેન્જરે પણ થોડીવાર માટે ગભરાઈ ગયા હતા.

બસને નુકશાન થતા બસના ડ્રાઇવરે બસને રોડ ઉપર જ ઉભી કરી દેવામાં આવી હતી. આથી ડમ્પર ચાલક અને બસના ડ્રાઇવર-કંડકટર વચ્ચે બોલાચાલી થતાં ઉગ્ર ઝઘડો થયો હતો અને બસની નુકસાનીની રકમ ચૂકવવા માટે રજૂઆત કરી હતી. આ ઘટનાને પગલે આજુબાજુ વિસ્તારના રહીશો સહીત વાહનચાલકો મોટીસંખ્યામાં ઉમટી પડ્યા હતા.

આ અંગે ડમ્પર ચાલકે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી બતાવતા ડમ્પર માલિક અને વચેટિયાઓ સ્થળ ઉપર આવી બસને થયેલ નુકસાન પેટે અમુક રકમ ભરપાઈ કરતા મામલો ઠારે પડ્યો હતો.આ બાદ બસ કરજણ તરફ જવા રવાના થઇ હતી. જો કે અકસ્માત સર્જનાર ડમ્પરનો નંબર ન હોવાનું સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ. વળી આવા ડમ્પર ચાલકો વિરુદ્ધ આર.ટી.ઓ અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...