ખેડાના ચલીન્દ્રાથી પસાર થતી ગડ્સ ટ્રેનના કામને લઇ નવાગામ થી નાયકાને જોડતા રોડ પર ડાઇવર્ઝન આપવા આવ્યું હતું. જેને લઇ ડાઇવર્ઝન જેટલા વિસ્તારમાં રસ્તો બનાવવામાં આવ્યો હતો. જેમાં ડામરનું કામ ન કરવામાં આવતા રોડ પર ધૂળની ડમરીઓ ઉડવાને કારણે વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી વેઠવાની વારી આવી હતી.
રસ્તા પર કોઇ પ્રકારનું કામ ચાલતું હોઇ જેને લઇ રાહદારીઓ અને વાહનો માટે ડિવાઇડર બનાવવામાં આવતું હોય છે. પરંતુ કામ બે મહિનાથી વધુ સમય કામ ચાલતું હોઇ રાહદારીઓ અને વાહનચાલકો માટે ડામરનો રોડ બનાવવામાં આવે છે.ત્યારે ચલીન્દ્રા પાસે છેલ્લા બે વર્ષથી રેલવેનું કામ ચાલી રહ્યુ હોઇ હજુ સુધી ડાયવર્ઝન માટે ડામરનો રોડ ન બનાવાને કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ધૂળમાં પસાર થવાને કારણે પરેશાની વેઠવી પડી હતી. જેને લઇ ધૂળને કારણે અકસ્માતની ભીતિ સર્જાઇ હતી. ઉપરાંત ચોમાસાના સમયમાં પૂરા માર્ગ પર કાદવ કિચડને કારણે રાહદારીઓ ગંદકી માંથી પસાર થવું પડ્યું હતું.
એજન્સી દ્વારા આ બાબતે કોઇ પગલાં ભરવામાં આવતા નથી
ડામર રોડ ન બનાવતાં વાહન ચાલકો ઘણી મુશ્કેલીમાં મુકાયા હતા. આ બાબતે સ્થાનિક એજન્સીના લોકોને બે થી ચાર વાર મૌખિક રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા બનાવી દઇશુ કહેવામાં આવે છે. પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. > રણછોડભાઇ રબારી, સ્થાનિક આગેવાન, નાયકા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.