વિવાદ:ખેડા પાલિકા વિવાદમાં સભ્યો હાજર ન રહેતાં હવે 21 દિવસ બાદ મુદ્દત

ખેડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર મ્યુનિસિપાલિટી કમિશનર કચેરી ખાતે સુનાવણી

ખેડા નગર પાલિકા દ્વારા નગર પાલિકા હસ્તક આવેલ જૂનું બિલ્ડીંગ ભાડે આપવા માટે ખેડા નગર પાલિકાની 15 ફેબ્રુઆરીની સામાન્ય સભામાં પ્રમુખ દ્વારા વધારાના કામોમાં નંબર 21 માં ખેડામાં એક ખાનગી હોસ્પિટલને 9 વર્ષ 11 માસ માટે ભાડે આપવા માટે ઠરાવ કર્યો હતો.

આ અંગે મ્યુનિસિપાલીટી કમિશ્નર ગાંધીનગર દ્વારા રેકર્ડની ચકાસણી કરતા બિલ્ડીંગ ભાડે આપતા પહેલા ગુજરાત નગરપાલિકા અધિનિયમ -1963માં દર્શાવ્યા મુજબની કાર્યપધ્ધતિ કરેલ જણાતી ન હોવાથી તે પ્રથમ દષ્ટિએ ફલિત થાય છે. જેથી નગર પાલિકાના સભ્યો સામે ગુજરાત નગર પાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ -37 હેઠળ પગલાં લેવા પાત્ર હોવાથી પાલિકા સભ્યોને પાલિકા સભ્યપદેથી કેમ દૂર ના કરવા અંગે ગુરૂવારના રોજ બપોરના 3:30 કલાકે ગાંધીનગર મ્યુનિસિપાલીટી કમિશ્નર કચેરી ખાતે સુનાવણી રાખવામાં આવી છે.

જેમાં મળતી માહિતી મુજબ પાલિકાના કોઈ સભ્યો કોઈ કારણોસર હાજર રહ્યા ન હતા. જેના બદલામાં બને પક્ષના વકીલો હાજર રહ્યા હતા. આ કેસમાં મ્યુનિસિપાલીટી કમિશ્નર કચેરી દ્વારા આગામી 26/5/2022ની મુદત પાડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...