તંત્રનાં વાંકે પ્રજાને હાલાકી:નડિયાદમાં મરીડા દરવાજા વિસ્તારમાં ઉભરાતી ગટરોથી ભારે હાલાકી, રોગચાળો ફેલાય તો નવાઈ નહી

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોની પાલિકામાં અનેક રજૂઆતો, છતાં કોઇ નિરાકરણ નહિ
  • પાલિકા દ્વારા કોઇ પ્રકારનું ધ્યાન ન અપાતાં સ્થાનિકોમાં રોષ

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં વિકાસની વાતો વચ્ચે લોકો સમસ્યા વધી રહી છે. પાલિકા તંત્ર શહેરમાં ઉભરાતી ગટરો બંધ કરવામાં નિષ્ફળ ગયું હોવાનું દેખાઈ રહ્યું છે. વોર્ડ નંબર 6માં આવેલા મરીડા દરવાજા પાસે છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ઉભરાઇ રહ્યાં છે. અહીયા રોડ પર ગટરના ગંદાં પાણી ભરાઈ રહેતા રોગચાળાની દહેશત ઊભી થઈ છે. આ અંગે કેટલીય વખત આ વિસ્તારના લોકોએ પાલિકામાં રજૂઆતો કરી છતાં પાલિકા તંત્ર આ બાબતે કોઈ પ્રકારનું ધ્યાન ન આપતી હોવાનું સ્થાનિકો રોષ પૂર્વક જણાવી રહ્યા છે.

પાલિકા ઉભરાતી ગટરો બંધ કરવામાં નિષ્ફળ ગઇ

મારું શહેર સ્વચ્છ અને હરીયાળુ શહેરની સુફિયાણી વાતો વચ્ચે નડિયાદ નગરપાલિકા પાયાના પ્રશ્નો પણ હલ કરી શકતી નથી. ખાસ કરીને શહેરને ચોખ્ખું રાખવાની જવાબદારી પાલિકાના માથે છે. ત્યારે ગંદકીની સાથે સાથે છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી પર ઊભરાઈ રહીને રોડ તેમજ લોકોના ઘર સુધી પહોંચ્યા છે. છતાં પાલિકા તંત્ર આ ઉભરાતી ગટરો બંધ કરવામાં નિષ્ફળ બન્યું છે. નજીકમાં ચોમાસુ છે આમ છતાં પણ પાલિકાનાં પેટનુ પાણી હલતું નથી. પ્રિ-મોન્સુન પ્લાન સાવ નિષ્ફળ ગયો હોવાનું દેખાઈ રહ્યું છે. ચોમાસા પહેલા ગટરોની સાફ સફાઈ કરવાની જવાબદારી પાલિકાના માથે હોય છે પરંતુ પાલિકાતંત્ર ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે છતાં પણ ગટરની સફાઇ તો ઠીક ઉભરાતી ગટરો પણ બંધ કરી શકી નથી તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાઇ રહ્યા છે.

પાસે પંપીગ સ્ટેશન હોવા છતાં ગટરનાં પાણી ભરાયેલાં છે

શહેરમાં વોર્ડ નંબર 6માં મરીડા દરવાજે વગર ચોમાસે ગટરના પાણી ભરાતા ચોમાસા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પાસે ‌જ નગરપાલિકાનું પંપીગ સ્ટેશન આવેલું હોવા છતાં ગટરનાં પાણી ભરાયેલાં છે. જેથી રહીશોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...