ઘરફોડ ચોરી:નડિયાદમાં ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાગીના તથા રોકડ‌ રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર

નડિયાદમા ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલા એક‌ ફ્લેટના બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવી ઘરેણાં તથા રોકડ રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મકાન માલિકે આ અંગે પોલીસને પણ જાણ કરી છે.

નડિયાદ શહેરના ડભાણ ભાગોળ ખાતે આવેલ સર્કલ નજીકના એક ફ્લેટમા પહેલા માળે રહેતા પરિવાર મંગળવાર પોતાનુ મકાન બંધ કરી કામ‌ અર્થૈ બહાર ગયો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ચોરી આચરી છે. બુધવારે સવારે આ પરિવારના લોકો ઘરે પરત‌ આવતા ઘરના રૂમમાં આવેલ તીજોરીમાંથી સર સામાન વેરવિખેર હાલતમાં હતો.

આ જોઈ મકાન માલિક પણ ચોકી ઊઠ્યા હતા અને બાદમા તપાસ કરતા ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે મકાન માલિકને સ્થાનિક પોલીસને આ બાબતે જાણ કરી દીધી છે. અંદાજીત બેથી અઢી લાખના‌ મુદ્દામાલની ચોરીની આશંકા મકાન માલિકે સેવી છે.

અન્ય સમાચારો પણ છે...