ખેડા જિલ્લામાં સૂર્યદેવ પોતાની ગરમીનો અસલ મીજાજી રૂપ બતાવી રહ્યા છે. નડિયાદની પ્રજા સખત તાપમાં સેકાઈ રહી છે. નડિયાદમાં શ્રમજીવીઓની હાલત સાવ કફોડી બની ગઈ છે. આવા પરિવારને આ મોંઘવારીમાં પગમાં પહેરવાના ચંપલ પણ નથી. ત્યારે આવા લોકોની મદદમાં નડિયાદ જૂનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ સંસ્થા મદદે આવી છે. નડિયાદના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોના જૂના ચંપલ ઉઘરાવી તેને મરામત કરી શ્રમજીવીઓને વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 45 કોથળા એટલે કે સાત હજાર જેટલા ચંપલની જોડ હાલમાં આ લોકોએ ભેગી કરી હાલમાં મોચી પાસે ચંપલો રિપેર કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ શ્રમજીવીઓને વિતરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
જૂનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ નડિયાદ દ્વારા ચંપલ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ચેરમેન જુનિયર જેસી જય મહેતા , પ્રોગ્રામ ચેરમેન જુનિયર જેસી વેદાંત કવિ , પ્રોગ્રામ કૉ ઓર્ડીનેટર તથા માનદ મંત્રી જુનિયર જેસી ધ્રુવ પટેલ, જોઈન્ટ પ્રોગ્રામ ચેરપરસન જુનિયર જેસી કૃતિ સરૈયા, જોઈન્ટ પ્રોગ્રામ ચેરપરસન જુનિયર જેસી દીપ શાહ,જુનિયર જેસી વૃશિકા શાહ ,જુનિયર જેસી હરિવંશ શાહ,જુનિયર જેસી હેત લખમાની,જુનિયર જેસી હેત તલાટી, જુનિયર જેસી તિશા લિમાચિયા, જુનિયર જેસી નિધિશા રાજ,જુનિયર જેસી દિવ્યા રાઓલજી, ભાગૅવ પંડ્યા ઉપરાંત પ્રેસિડેન્ટ 2022 જેસી ઈલા પંડિત, વાઈસ પ્રેસિડેન્ટ કોમ્યુનિટી જેસી રિતેશ મોદી, વાઈ.એ.સી ડાયરેક્ટર જેસી રોનક સોનીએ ભેગા મળીને 28મી એપ્રિલથી 6 મે દરમિયાન નડિયાદના વાણિયાવાડ થી જેક એન્ડ જીલ, ઝુડિઓ ની સામે તથા કિશન સમોસાના ખાંચા વિસ્તાર માંથી 45 થી વધારે કોથળા ચંપલ ઉઘરાવ્યા છે.
લગભગ 7000 જોડ ચંપલ ભેગા થયા છે જેમાંથી ઘણા તૂટેલા હોય તેમની સીવડાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ કામ પૂરું થતાં જ શ્રમિકોને આ ચંપલ નું વિતરણ કરવામાં આવશે જેથી તેમને સખત તાપમાં બહાર નીકળવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. આવા સુંદર આયોજનને નગરજનોને આ યુવા ટીમને બીરદાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.