વહેલા વરસાદના એંધાણ:ખેડામાં વરસાદી વાદળો બંધાવા લાગ્યા, વહેલા વરસાદની શક્યતાને લઈ ખેડૂતોએ ઉનાળું પાકની તમામ કામગીરી આટોપી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક સપ્તાહથી બદલાયેલા વાતાવરણને કારણે ગરમીમાં મોટો ઘટાડો નોંધાયો

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ વહેલુ બેસવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોને વરસાદની રાહ જોવી પડશે નહીં તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આકાશમાં વાદળો બંધાવા લાગ્યા છે.

ઉનાળો ચરમસીમાએ પહોંચ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અંગ જાડે તેવા આકરા તાપથી લોકો ત્રસ્ત બન્યા હતા. ત્યારે ઉનાળો સીઝન ક્યારે પૂર્ણ થાય તેની સૌ કોઈ મીટ માંડી બેઠા હતા. છેલ્લા એક સપ્તાહથી બદલાયેલા વાતાવરણને કારણે ગરમીમાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ 46 થી 47 ડીગ્રી તાપમાન વચ્ચે હાલ 41 થી 42 ડીગ્રીએ તાપમાન પહોંચ્યું છે. તેમજ તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે અને આ વચ્ચે આકાશમાં ગાઢ વાદળ બંધાવાની શરૂઆત થતા વહેલા વરસાદની આગાહી સાચી ઠરશે તેવા સ્પષ્ટ સંકેતો બદલાયેલા વાતાવરણથી જોવા મળી રહ્યા છે.

રાજ્યની સાથે સાથે ખેડા જિલ્લામાં પણ વહેલા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. ખેડૂતોને આ વર્ષે વરસાદની રાહ જોવી પડશે નહીં અને સમય કરતા વહેલો વરસાદ પડે તેવી પુરેપુરી શક્યતા જણાઈ રહી છે. આથી ખેડૂતોએ ઉનાળા પાકની કામગીરીને આટોપી લેવામા લાગ્યા છે. આ વચ્ચે ગત રોજ નડિયાદના આસપાસના વિસ્તારો જેવા કે , નરસંડા, રાજનગર વગેરે વિસ્તારોમાં સામાન્ય વરસાદના ઝાપટાં પણ પડયાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. નોંધનીય છે કે જિલ્લામાં ખેડૂતોએ ઉનાળા પાકમાં ડાંગર અને બાજરીનુ વાવેતર કર્યું છે. વહેલા વરસાદના કારણે આ કામગીરીને આટોપી લેવા દોડધામ મચાવી છે.

અન્ય સમાચારો પણ છે...