અકસ્માતનો ભય:ખેડાના નવાગામે દાંડી રોડ પર દિશાસૂચક બોર્ડ પડવાની તૈયારી

ખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ રોડ પરથી દરરોજ આસપાસના 20 ગામના લોકો સહિત હજારો વાહનોની અવરજવર

સામાન્ય રીતે હાઇવે પર મુકાયેલા બોર્ડ દિશા કે કિલોમીટર દર્શાવતા હોય છે. ત્યારે ખેડાના અમદાવાદથી બરોડા તરફ જવાના જુના માર્ગ પર આવેલા જુના બોર્ડ જીવના જોખમે લટકી રહ્યા જોવા મળે છે. ગતવર્ષે ત્રાટકેલા તાઉતે વાવઝોડાના સમય થી બોર્ડ પરની ઇગલો તથા પતરા ઉડી જવાને કારણે કિલોમીટર વાંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. બોર્ડ એટલું જુનુ થઇ ગયું છે કે તેમાં ગાંધીજીનો ફોટો સુદ્ધા દેખાતો નથી.

તંત્ર દ્વારા આ બાબતે ક્યારે પગલા લેવામાં આવશે તે જોવું રહ્યું.ખેડા તાલુકાના નવાગામ થી નાયકા જવાના માર્ગ ઉપર આવેલ કિલોમીટર દર્શવાતું બોર્ડ છેલ્લા એક વર્ષથી ઝરઝરીત હાલતમાં ફેરવાઈ ગયું છે. વાવાઝોડા અને પવનના કારણે બોર્ડની ઇંગલો અને પતરા ઉડી જવાને કારણે કિલોમીટર પણ વંચાતા નથી. ગંભીર વાત એ છે કે દિવસેને દિવસે આ બોર્ડ એક સાઈડથી નમી પડતા સામાન્ય પવન કે વાવાઝોડામાં બોર્ડ નીચે પડવાને કારણે પસાર થતા વાહનો કે રખડતા ઢોરોને નુકસાન પહોંચી શકે તેમ છે.

આ રોડ પરથી દરરોજ આસપાસના 20 ગામના લોકો દ્વારા અવરજવર કરવામાં આવે છે. દિવસ દરમ્યાન રોડ પર રોજના હજારો વાહનોની અવર જવર થાય છે. અમદાવાદ થી બરોડા જવાનો આ જૂનો માર્ગ એટલે નેશનલ હાઇવે નંબર 8 ખેડા તાલુકામાથી પસાર થઇને બરોડા સુધી પહોંચે છે. આ બોર્ડમાં દાંડી માર્ગ પર આવેલ છે. જેમાં નાયકા, માતર, નડિયાદ, બારેજા, અસલાલી, નવાગામ, અમદાવાદ અને દાંડી જવા માટેના ચિહ્નો અને કિલોમીટર દર્શાવવામાં આવેલ છે. વહેલી તકે નેશનલ હાઇવે વિભાગ દ્વારા બોર્ડની મરામત કરીને નવું ઉભું કરાય તેવી માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...