પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ઠેકઠેકાણે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે નડિયાદ તાલુકાના ડુમરાલ ખાતે આ કાર્યક્રમ નિમિત્તે મહિલા દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં સેવાને કેન્દ્રમાં રાખી સમાજને કઈ રીતે ઉપયોગી બની શકાય તે બાબતે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ધાર્મિકતાની સાથે સાથે સમાજમાં શિક્ષણનું સિંચન કરતી ધાર્મિક સંસ્થા એટલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નડિયાદ તાલુકાના ડુમરાલ ગામે શતાબ્દી મહોત્સવની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરાઇ હતી. જેમાં ડુમરાલ સહિત આસપાસના ગામો તથા દુર દૂરથી લગભગ 800થી વધુ બલિકાઓ, યુવતીઓ, મહિલાઓ હાજર રહી હતી.
આ મહિલા દિવસની ઉજવણીમાં સેવાના માધ્યમથી સમાજને કઈ રીતે મદદ કરી શકાય તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગરબા, નાટક, નૃત્ય દ્વારા મહિલાઓએ આ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વસો મહિલા મોરચાના અધ્યક્ષ પિનલબેન પટેલ, ડુમરાલના સરપંચના પત્નિ, તાલુકા પંચાયત સભ્ય સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.