ફરિયાદ:ઠાસરાના ચિતવલમાં પ્રજાના આરોગ્યને જોખમમાં મૂકે તેવો કચરો સળગાવનાર ચાર સામે પોલીસ ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચારેય શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

પ્રજાના આરોગ્યને નુકસાન કરે તેવા જોખમી કચરો ઘણા દિવસથી ઠાસરા તાલુકાના ગામડાઓમાં સીમ વિસ્તારમાં લાવી સળગાવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ઠાસરા તાલુકાના ચિતવલ ગામમાં રહેતા મુકેશના ખેતરમાં આવો કચરો સળગાવવામાં આવતો હોવાની બાતમીના આધારે ડાકોર પોલીસે દરોડો પાડી નિખીલ નેશભાઈ (રહે. કલોલ તાલુકો ગાંધીનગર)ને 125 ટન જેટલો જોખમી કચરા સાથે તેમજ નરેન્દ્ર જયંતિસિંહ, ચંદુજી પસંગજી તથા મુકેશને પકડી પાડ્યા છે.

આ તમામ લોકો જોખમી કચરો (હૈઝાડો વેસ્ટ ) મોટા પ્રમાણમાં લાવી હવા, પર્યાવરણ, જમીન તેમજ માનવીય સ્વાસ્થની સલમાનીને જોખમમાં મૂકી તેમજ ખુબજ નુકશાન કરતાં હોય તેવું જાણવા છતા ગેરકાયદેસર રીતે સળગાવી હવાને દુષિત કરી માણસોની જીંદીગી જોખમમાં મૂકતા હોય તેમની સામે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...