ખેડૂતોને નુકસાન:ખારીકટ કેનાલમાં પ્રદુષિત પાણી મુદ્દે તપાસનો આદેશ, GPCBને પત્ર લખી અહેવાલ સોંપવા જણાવાયું

ખેડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમિકલયુક્ત પાણીથી ખેડૂતોને પારાવાર નુકસાન

ખેડા તાલુકામાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પ્રદુષિત પાણીને કારણે 11 ગામના ખેડુતો છેલ્લા 40 વર્ષથી મુશ્કેલી ભોગવી રહ્યા છે. જિલ્લાનું GPCB ફક્ત આખો મીટીને તમાસો જોઈ રહ્યું છે. સ્થાનિક મામલતદાર દ્વારા સમગ્ર બાબતની ગંભીર નોંધ લેવાઇ છે. મામલતદાર કચેરી દ્વારા નડિયાદ GPCBને પત્ર લખી સમગ્ર મામલે તપાસ કરવા જાણ કરી છે. મહત્વની વાત છેકે ખેડા, અમદાવાદ જિલ્લાની હદ પર થી ખારીકટ કેનાલ પસાર થાય છે. છેલ્લા 40 વર્ષથી આ કેનાલમાં પ્રદુષિત પાણી આવી રહ્યું છે.

જેના કારણે ખેડુતોની મહામૂલી જમીનો નપાણી બની રહી છે. અનેકવાર ધરતી પુત્રો દ્વારા રાજકીય આગેવાનો તેમજ તંત્રના અધિકારીઓને ધ્યાન દોરવામાં આવ્યું છે. પરંતુ લોકશાહી સાશનમાં ઘરતીના તાતનો અવાજ રાજકીય આગેવાનો કે તંત્રના કાને પહોંચતો ન હોય તેમ ચાલીસ ચાલીસ વર્ષથી પ્રશ્ન હલ થઈ રહ્યો નથી. જેથી ભાસ્કર દ્વારા સમગ્ર મામલાને ઉજાગર કરતા હવે સ્થાનિક મામલતદાર કચેરી એક્શનમાં આવી છે. અને GPCB ને પત્ર લખ્યો છે. હવે જોવુ રહ્યું કે વિભાગ દ્વારા કેટલા દિવસમાં શું કાર્યવાહી થાય છે. ખારીકટ કેનાલને કારણે 250 વીઘા જમીનને અરસ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...