ખેડા જિલ્લામાં અકસ્માતોની વણથંભી રફ્તાર અટકવાનુ નામ નથી લઈ રહી. આજે મંગળવારે સવારે નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે કાર પાછળ કાર અથડાતાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે આ અકસ્માતના બનાવમાં 5 વ્યક્તિઓ ઘાયલ થયા છે. હદ ધરાવતી પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ફરિયાદના આધારે કાર્યવાહી આરંભી છે.
નડિયાદ પાસેથી પસાર થતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી ગામ નજીક આજે મંગળવારની સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં વડોદરા તરફ જતા બે કાર અથડાઈ હતી. અહીયાંથી કાર નંબર (GJ 18 BL 6001) પસાર થઈ રહી હતી. આ દરમિયાન આ કારને પાછળથી આવતી અન્ય એક કાર નંબર - GJ 01 KY 2201એ ટક્કર મારી હતી.
આ અકસ્માતના બનાવમાં બંન્ને ગાડીને નુકસાન પહોંચ્યું હતું. તો ઉપરોક્ત નંબર (GJ 18 BL 6001) કારના પાછળના ભાગનો લોચો વળી ગયો હતો. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે, જ્યારે 5 લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે કરમસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ થોડા સમય માટે અહીંયા ટ્રાફિકજામ પણ જોવા મળ્યો હતો. ચકલાસી પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદનો પંચાલ પરિવાર કાર નંબર (GJ 18 BL 6001)મા બેસી પાવાગઢ માતાજીના દર્શન કરવા જતા હતા આ દરમિયાન નડિયાદ નજીક ચકલાસી પાસેના એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો છે અને માતાજીના દર્શનના ઓરતાં અધૂરા રહ્યા છે.
મૃતક: દિવ્યાનીબેન મેહુલભાઈ પંચાલ (રહે.28, બાલાજીવિલા, તપોવન સર્કલ પાસે એસ.પી. રીંગ રોડ, ચાંદખેડા, અમદાવાદ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.