ખેડા જિલ્લાના વડામથક નડિયાદમા આગમી 29મે ના રોજ શહેરના હેલિપેડ ગ્રાઉન્ડ પર ગુજરાત પોલીસના રહેણાક અને બિન રહેણાક આવાસ લોકાર્પણ વિધિનો કાર્યક્રમનુ આયોજન થયું છે. જે કાર્યક્રમના સ્થળ નિરીક્ષણ માટે તૈયારીના ભાગ રૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં બેઠક યોજી હતી.
ગુજરાત પોલીસના રહેણાક અને બિન રહેણાક આવાસ લોકાર્પણ વિધિનો કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ અને સહકારીતાના મંત્રી અમિત શાહ ખાસ ઊપસ્થિત રહેનાર છે. આ અન્વયે શુક્રવારે નડિયાદ સ્થિત કમલમ ખાતે બેઠક મળી હતી. સ્થળ નિરીક્ષણ માટે તૈયારીના ભાગ રૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં બેઠકમાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ખેડા જિલ્લા સંગઠન પ્રમુખ વિપુલ પટેલ, કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, પ્રભારીમંત્રી મનીષાબેન વકીલ, પ્રભારી ગોરધનભાઈ ઝડફિયા, નડીઆદ ધારાસભ્ય અને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય કેસરિસિંહ સોલંકી, મહામંત્રી અજયભાઇ બ્રાહ્મભટ્ટ, વિકાસભાઈ શાહ, નટુભાઈ સોઢા સહિત ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.