આતંકવાદ વિરોધી દિવસ:નડિયાદમાં આતંકવાદ વિરોધી દિન નિમિતે કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિમાં અધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21મેના રોજ સમગ્ર દેશમાં આતંકવાદ વિરોધી દિન મનાવવામાં આવે છે

21મે ના રોજ સમગ્ર દેશમાં આતંકવાદ વિરોધી દિન મનાવવામાં આવે છે. આ સંદર્ભે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈન ચાર્જ કલેકટર અને ડીડીઓ મેહુલ દવે, જિલ્લા આર.એ.સી. બી. એસ. પટેલ, મહુધાનાં ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર સહિત જિલ્લા સંકલન સમિતિના તમામ અધિકારીઓએ દેશની અહિંસા અને સહનશીલતામાં દ્રઢ વિશ્વાસ રાખી શપથ ગ્રહણ કર્યાં હતા.

આ ઉપરાંત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરોધી દિન નિમિતે આતંકવાદ સામે લડવા, સામાજીક સદભાવના જાળવવા અને માનવ જીવન મૂલ્યોના ખતરાને પહોચી વળવા શપથ લેવામાં આવ્યા હતા. આમ નડિયાદ સહિત જીલ્લામાં આતંકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...