સુવિધા:હવે ડાયાલીસીસ કરાવવા ગળતેશ્વર તાલુકાના રહીશોને પૈસા ખર્ચીને અમદાવાદ નહીં જવુ પડે

સેવાલિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ અર્પણવિધિ, ગળતેશ્વર ખાતે 2 ડાયાલીસીસ મશીન શરૂ

ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલીયા ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર સંકુલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાયાલીસીસ પ્રોજેકટ હેઠળ ડાયાલીસીસ સેન્ટરની વર્ચ્યુઅલ અર્પણવિધિ કરી શરૂ કરવામાં આવ્યું હતું.ગળતેશ્વર તાલુકામાં રોજ બે ડાયાલીસીસ મશીનો દ્વારા બે થી ત્રણ દર્દીઓની આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. કિડનીની ગંભીર બીમારીથી પીડાતા તાલુકાના દર્દીઓને સરેરાશ રૂપિયા 3 થી 4 હજાર ખર્ચીને નડિયાદ કે અમદાવાદ જવું પડતું હતું.

જો કે હવેથી દર્દીઓને તાલુકામાં જ સુવિધા મળશે. આ અંગેની વધુ માહિતી આપતા ગળતેશ્વર તાલુકાના ડાયાલીસીસ સેન્ટરના ટેક્નિશિયને સરકાર તરફથી કિડનીના દર્દી માટે જરૂરી ઈન્જેક્શન અને દવાઓ કિડની હોસ્પિટલના સહયોગથી દર્દીઓ જીવે ત્યાં સુધી આજીવન દવા પુરી પાડવામાં આવી રહી છે. જે સ્થાનિક દર્દીઓ માટે આશીર્વાદ રૂપ પુરવાર થશે તેમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...