NIAના નડિયાદમાં ધામા:પ્રખ્યાત ક્રિષ્ના હિંગવાળાની કંપનીમાં નાણાકિય વ્યવહારો મામલે NIAનું સર્ચ-ઓપરેશન

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીમાં કરોડોની રકમના ટ્રાન્ઝેક્શન અંગે તપાસ

નડિયાદના મરીડા રોડ પર આવેલી ક્રિષ્ના હિંગવાળાની કંપનીમાં NIA (નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી) દ્વારા આજે અફઘાનિસ્તાનમાં કંપનીના વર્ષોથી ચાલતા વ્યવસાયમાં જે નાણાકિય લેવડ-દેવડ થતી હોય તેની તપાસ NIAએ કરી હતી. વહેલી સવારથી નડિયાદના અમદાવાદી બજાર સ્થિત અસ્મા અબ્દુલાખાન પઠાણના ઘરે સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. હાલ મરીડા રોડ પર આવેલી કંપનીમાં NIAની ટીમ દ્વારા સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ સહિતનો સ્ટાફ પણ અહીં હાજર છે. લગભગ સાડા અગિયાર કલાકથી વધુ ચાલેલા આ સર્ચ ઓપરેશનમાં કોઈ કંઈ બોલવા તૈયાર નથી, પરંતુ કંપનીનાં સૂત્રોએ ઉપરોક્ત તમામ બાબતોને નકારી છે અને મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરવાનું જણાવ્યું છે. તમામ નાણાકિય વ્યવહારો અંગે કંપનીએ સંતોષકારક રીતે માહિતી એનઆઇએને આપી છે.

ધ ન્યૂ ભારત હિંગ સપ્લાઇંગ કંપનીમાં તપાસ
ગુજરાતમાં અગાઉ NIAએ દરોડા પાડ્યા હતા. કચ્છથી અટારી સુધી પહોંચેલા ડ્રગ્સ અંગે તપાસ કેસમાં ટેરર ફંડિંગની પુષ્ટિ બાદ NIAની તપાસ ચાલી રહી છે. ખેડાના નડિયાદમાં NIAના દરોડા પાડવામાં આવ્યા હતા. ધ ન્યૂ ભારત હિંગ સપ્લાઇંગ કંપનીમાં તપાસ કરવામાં આવી હતી. દિલ્હીના વક્ફ બોર્ડના ગુજરાતના સભ્ય અસ્મા અબ્દુલાખાન પઠાણના ઘરે સર્ચ-ઓપરેશન થયું હતું. આ કંપનીમાં કરોડોની રકમના ટ્રાન્ઝેક્શન અંગે તપાસ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...