દહેજનું દૂષણ:નડિયાદના નરસંડાની પરિણીતાને નવસારીના ડાભેલ ગામના સાસરિયાઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નબાદ પરિણીતાને ખબર પડી કે તેના પતિના અગાઉ પણ લગ્ન થયેલા હતા
  • પરિણીતાએ આ બાબતે સવાલ કરતાં ઘર કંકાસ શરૂ થયો

સમાજમાં દહેજનું દૂષણ ફુલ્યુ ફાલ્યું છે. નડિયાદ તાલુકાના નરસંડાની પરિણીતાને નવસારી જિલ્લાના ડાભેલના સાસરિયાઓએ દહેજ બાબતે ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા નડિયાદ મહિલા પોલીસ મથકમા પતિ સહિત અન્ય સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ તાલુકાના નરસંડામાં ગામમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2019ના રોજ નવસારી જિલ્લાના ડાભેલમાં રહેતા યુવક સાથે થયા હતા. આ બાદ સાસરિયાઓએ સમાજના રીતરિવાજ મુજબ તેણીને તેડાવી હતી. ડાભેલ સાસરીમાં ગયેલી દીકરી શરૂઆતનું લગ્નજીવન સુખમય હતું પરંતુ પાછળથી ખબર પડી કે તેનો પતિના અગાઉ પણ લગ્ન થયા હતા. આ બાબતે તેણીએ નણંદને પૂછતા મામલો બિચક્યો હતો.

બાદમાં આ પીડિતાને કોઈ કારણસર વાંકમાં લાવી ત્રાસ આપવામાં આવતો હતો અને તું દહેજમાં કાંઈ લાવી નથી, અમારા સ્ટેટસ મુજબ દહેજ મળ્યું નથી, તારા પિયરમાંથી રૂપિયા બે લાખ લઈ આવ તેવી માગણી પણ કરી હતી. આ માંગણી ન સંતોષાતા સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને માર મારી કરી તેણીને ઘરમાંથી કાઢી મુકી હતી.

આ બનાવ અંગે પીડીતાએ નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તેમની ફરિયાદના આધારે પતિ, સાસુ-સસરા, દિયર અને નણંદ સામે દહેજ ધારા મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...