વિશ્વ દિશાવાળ પરિવાર-મુંબઈ દ્વારા શ્રી ડાકોર દિશાવાળ વણિક પંચના સહયોગથી ડાકોર ખાતે દિશાવાળ વ્યક્તિ વિશેષ સન્માન અને એવોર્ડ સમારંભનો મહોત્સવ યોજાયો હતો. જેમાં નડિયાદના અગ્રણી મહિલા સામાજીક કાર્યકર હંસાબેન હરીશકુમાર શાહની ઉત્કૃષ્ટ, પ્રેરણાસ્વરૂપ, કર્તવ્યલક્ષી કારકિર્દી માટે સમસ્ત દિશાવાળ જ્ઞાતિજનોની હાજરીમાં દિશાવાળ રત્નમણી એવોર્ડ અર્પણ કરી તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
એવોર્ડથી સન્માનિત હંસાબેન શાહની અનેકવિધ સુંદર સામાજીક અને સેવાકિય પ્રવૃત્તિઓની સમાજે નોંધ લીધી છે. હંસાબેન ઈન્ડિયન જુનીયર ચેમ્બર દ્વારા બેંગલોર મુકામે બે રાષ્ટ્રિય એવોર્ડથી, લાયોનેશ ડિસ્ટ્રીક્ટ દ્વારા ખંભાત મુકામે 17 જેટલા એવોર્ડ અને અજમેર મુકામે લાયોનેસ મલ્ટીપલ ડીસ્ટ્રીક્ટમાં આઉટ સ્ટેન્ડીંગ પ્રેસીડેન્ટ તેમજ ગાંધીનગર મુકામે લાયનસ મલ્ટીપલ દ્વારા બેસ્ટ ચિલ્ડ્રન એક્ટીવીટીનો એવોર્ડ અને મહિલા સિનીયર સિટીઝન કલબ નડીઆદના પ્રમુખ તરીકે ફેડરેશન ઓફ સિનીયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લા દ્વારા સતત ચાર વર્ષ બેસ્ટ પ્રેસિડેન્ટ, બેસ્ટ ક્લબ અને બેસ્ટ પ્રોજેક્ટથી સન્માનિત થયાં છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર અને અનેકવિધ સંસ્થાઓ દ્વારા એવોર્ડ અને સન્માપત્રથી પણ તેઓ સન્માનિત થયાં છે.
ડાકોર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દંડી આશ્રમ, ડાકોરના મહંત વિજયદાસજી મહારાજ, એ.પી.એમ.સી.ના ચેરેમેન યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર (બકાભાઈ), નડિયાદ બાલકન-જી-બારીના ટ્રસ્ટી હરીશભાઈ એમ. શાહ અને સમગ્ર દિશાવાળ જ્ઞાતિના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.