જ્ઞાનની આપ લે કરાશે:નડિયાદની મુળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલમાં દેશના રોબોટિક સર્જરીના 150 જેટલા તબીબો એકઠા થશે

નડિયાદ23 દિવસ પહેલા
  • ત્રણ દિવસના આ ખાસ સેમિનારમાં રોબોટિક સર્જરીમાં મુશ્કેલી અથવા રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ પર ગહન ચર્ચાઓ થશે
  • સર્જરીઓનું ડેમોસ્ટ્રેશન તથા બે આંતરરાષ્ટ્રીય રોબોટિક સર્જનો હાજર રહેશે

દેશ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે મેડિકલ ક્ષેત્રમાં પણ દિનપ્રતિદિન નવી નવી ટેકનોલોજી વિકસી રહી છે. હાલ રોબોટિક પદ્ધતિથી ઓપરેશન મેડીકલ ક્ષેત્રમાં મોટો કુદકો કહી શકાય છે. આવતિકાલ 3 જૂનથી 5 જુન દરમિયાન નડિયાદની ખ્યાતનામ મુળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ (MPUH)માં દેશના રોબોટિક સર્જરીના નિષ્ણાતો ભેગા થનારા છે. અંદાજીત 150 જેટલા તબીબો એકઠા અને રોબોટિક સર્જરીમાં મુશ્કેલી અથવા રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ પર ગહન ચર્ચાઓ કરશે. આ ઉપરાંત સર્જરીઓનું ડેમોસ્ટ્રેશન તથા બે આંતરરાષ્ટ્રીય રોબોટિક સર્જનો પણ હાજર રહેનાર છે

વર્ષ 2017માં પ્રોફેસર એન પી. ગુપ્તા અને ડૉ, યુવરાજના નેતૃત્વમાં રોબોટિક યુરોલોજી ફોરમની (RUF) રચના કરવામાં આવી હતી. રોબોટિક યુરોલોજી ફોરમ એ એવા યુરોલોજિસ્ટસની સંસ્થા છે જે રોબોટિક યુરોલોજિક સર્જરીની વિશેષ પ્રેક્ટિસ કરે છે. ભારતમાં હાલમાં રોબોટિક સર્જરીનું મહત્ત્વ ઘણું વધી રહ્યું છે, દેશમા 90થી વધુ રોબોટિક ઇન્સ્ટોલેશન થઇ ચૂક્યા છે. નડિયાદ ખાતે રોબોટિક યુરોલોજિકલ સર્જરીની પ્રેક્ટિસ કરતા સર્જનોની રાષ્ટ્રીય સંસ્થા રોબોટિક યુરોલોજી ફોરમ (RUF)ના બેનર હેઠળ રોબોટિક સર્જરીની નિષ્ણાતો એકત્ર થઈ રહ્યા છે. આવતીકાલ 3 જુનથી 5મી જૂન દરમિયાન મૂળજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ (MPUH) ખાતે 4થી RUFCONનું આયોજન કરાયું છે. જેમાં દેશમાંથી લગભગ 150 ડોક્ટરો હાજર રહેનાર છે. અગાઉ આ ઇવેન્ટ મુંબઈ કોચી અને ચંદીગઢ ખાતે યોજાઈ ચૂક્યો હતો.

મુજીભાઈ પટેલ યુરોલોજિકલ હોસ્પિટલ (MPUH) નડિયાદ એ છેલ્લા 43 વર્ષથી કિડનીના દર્દીઓની સારવાર કરતી અગ્રણી સંસ્થા છે. આ સંસ્થા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, યુરોલિથિયાસિસની સારવાર અને રોબોટિક સર્જરી માટે પ્રખ્યાત છે. ભારતમાં રોબોટિક સર્જરી માટે મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH) એક અગ્રણી સંસ્થા છે. આ સંસ્થા રોહિત પટેલ, ચેરમેન MPUH અને જાણીતા યુરોલોજિસ્ટ ડૉ. મહેશ દેસાઈના સક્ષમ નેતૃત્વ હેઠળ રોબોટિક સિસ્ટમ સ્થાપિત કરનાર સમગ્ર પશ્ચિમ ભારત અને ગુજરાતની પ્રથમ હોસ્પિટલ હતી. MPUH એ રોબોટિક સર્જરીઓમાં 1700થી વધુ સર્જરીનો આંકડો પાર કર્યો છે જેમાં અન્ય જટિલ પ્રક્રિયાઓમાં 40 રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે.

લગભગ તમામ યુરોલોજિક પ્રક્રિયાઓ માટે રોબોટિક સર્જરી કરવામાં આવે છે જેમાં સેબોટિક પ્રોસ્ટેટેક્ટોમી, રોબોટિક નેફ્રોન સ્પેરિંગ સર્જરી, રોબોટિક પાયલોપ્લાસ્ટીનો સમાવેશ થાય છે. રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એ ભારતમાં રોબોટિક સર્જરીના ક્ષેત્રમાં એક નવો જ વળાંક કહી શકાય છે.

આ કાર્યક્રમ રોબોટિક યુરોલોજીમાં પરંપરાગત રોચક વાતોનું કેન્દ્ર બનશે. જે રોબોટિક સર્જરીમાં મેડિકલ ઈન્સ્યોરન્સ રોબોટિક સર્જરીમાં જટિલતાઓ અથવા રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ પર ગહન ચર્ચાઓનો વિષય બનશે. આ ઉપરાંત ભારત ભરથી યુરોલોજિસ્ટ, નર્સિંગ સ્ટાફ, ટેક્નિશિયન તથા ઓટી આસિસ્ટન્ટ ટ્રેનિંગની સાથે જ્ઞાનની આપ લે પણ કરાશે.

આમા મુખ્યત્વે સર્જરીઓનું ડેમોસ્ટ્રેશન હશે. ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. અરવિંદ ગણપુલે કહે છે કે RUFCON 2022 ટીમ દસ સર્જરીનું પ્રદર્શન કરવાની છે, લોસ એન્જલસ, યુનાઇટેડ સ્ટેટ્સના ડૉ. મિહિર એમ દેસાઇ અને યુનાઇટેડ કિંગડમના ડૉ. ઓમર કરીમ નામના બે આંતરરાષ્ટ્રીય રોબોટિક સર્જનો પણ આ તબક્કે ખાસ‌ હાજર રહી માર્ગદર્શન પુરુ પાડશે.

આજે સમગ્ર સેમિનાર સંદર્ભે માહિતી આપવા માટે પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. મેડિકલ ડિરેક્ટર અરુણકુમાર રસ્તોગી, યુરોલોજી ચેરમેન રવિન્દ્ર સબનીસ, યુરોલોજીકલ વાઇસ ચેરમેન અરવિંદ ગનફલે, યુરોલોજિસ્ટ ડોક્ટર અભિષેક સિંઘ, માર્કેટિંગ મેનેજર સુનિલભાઈ સોની, જેપીએસી ડિપાર્ટમેન્ટના પ્રકાશ મેકવાન હાજર રહ્યા હતા.

આ રોબોટિક સર્જરીથી પેશન્ટની રિકવરી ફાસ્ટ મળે છે અને દુખાવો ઓછો થાય છે. આ નવી પદ્ધતિથી શું ફાયદો છે તે વિશે પ્રકાશ પાડવામાં આવશે. સાથે સાથે કિડની ના કેન્સર ગબ્બર તથા નળી સાંકડી હોય તો રોબોટિક પદ્ધતિથી ઓપરેશન કરી શકાય છે. આવતીકાલથી ત્રણ દિવસ દેશ ભરના લગભગ 150 જેટલા ડોક્ટરો અહીંયા ભેગા થનાર છે. જેનો સીધો લાભ આવતા વર્ષે લાખો દર્દીઓને મળી રહેશે. તેમ ડો રવિન્દ્ર સબનીસે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...