કઠલાલ શહેર ખાતે સર્વોદય ભાવસાર સમાજ દ્વારા પુત્રવધુ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સમાજના પુત્રવધુઓનું તેમના સાસુ અને સસરા દ્વારા કંકુ અને અક્ષતથી તિલક કરીને પુત્રવધુ વંદના કરવામાં આવી હતી.
સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
સમગ્ર ગુજરાતમાં પુત્રવધુ વંદનાનો કાર્યક્રમ ભાવસાર સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ સમાજના વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સર્વોદય ભાવસાર સમાજના અમદાવાદ, મહેમદાવાદ, કઠલાલ, ઉમરેઠ અને વડોદરાથી આગેવાનો, અગ્રણીઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીરોમાં જોઇએ કાર્યક્રમ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.