તંત્રને આખે પાટા:સેવાલિયામાં ખનીજ માફિયાને પકડતાં ભ્રષ્ટ તંત્રના હાથ ધ્રૂજે છે, 15 દિવસ બાદ પણ ખનન માફિયાઓ સામે કાર્યવાહી નહીં

સેવાલિયા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદેસર ખનન કરનારા સામે કોઈ કાર્યવાહી થતી નથી. - Divya Bhaskar
ગેરકાયદેસર ખનન કરનારા સામે કોઈ કાર્યવાહી થતી નથી.
  • એડવાન્સ જાણ કરી માઇન્સના સાધનો સગેવગે કર્યા હતા

ખેડા જિલ્લાના છેવાડે આવેલી મહીસાગર નદીમાં ગેરકાયદેસર માઇન્સો ચાલી રહી છે. જેમાં થઇ રહેલા બ્લાસ્ટિંગ દ્વારા નદીની ગોર ખોદવામાં આવી હોવાનો અહેલા દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જે બાદ દોડતી થયેલી નડિયાદ ખાણ અને ખનીજ વિભાગની ટીમ દ્વારા 15 દિવસ પહેલા માઇન્સનો સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી ખાણ ખનીજ વિભાગ દ્વારા શું કાર્યવાહી થઈ છે તેની કોઈ જાણ મીડિયાને કરવામાં આવી નથી. આ બાબતે મુખ્ય અધિકારી મેહુલ દવેને ફોન પર સંપર્ક કરતા સતત ફોન કાપી રહ્યા છે, જેથી વિભાગની કાર્યવાહી પર શંકાઓ સેવાઈ રહી છે.

આ ખાણ ખનીજ અધિકારીઓ રોડ ઉપર જતી એક ટ્રકને રોકી દંડનીય કામગીરી કરી બતાવે છે. ખેડૂતોને પોતાની જમીનમાં માટી લેવલ કરવા માટેનો લાખો રૂપિયા દંડ કરે છે. પરંતુ મહીસાગર નદી માંથી મલાઈ તારવી આપતા પોતાના મળતીયા અને મોટા ગજાના માણસોને બચાવવા પ્રયાસો શરૂ થયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સરકારની કરોડો રૂપિયાની ગેરકાયદેસર ખોદાયેલ લીઝની કામગીરીમાં વિલંબ કરી ભીનું સંકેલી લેવા માટેના પ્રયાસો ચાલુ છે.

પુરાવાનો નાશ કરવા સમય અપાઈ રહ્યો છે
ખાણ ખનીજની ટીમ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી રિપોર્ટ આપવામાં આવે તો બીજી ચોરી પણ બહાર આવે તેમ છે. પરંતુ આ ખનન માફિયાઓ સાથે મળી ખાણ ખનીજની ટીમ સમય આપી રહી છે. જેથી જગ્યા પર ગેરકાયદે ખનન કરેલી માઇનસમાં પાણી ભરી ચોરી છુપાવી દેવામાં આવે અને સરકારની રોયલ્ટીની કરોડો રૂપિયાની કરાયેલી ચોરી ભરપાઈ ન કરવી પડે.

આમ સરકારી તિજોરીને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. સ્થાનિકથી ગાંધીનગર સુધી માફિયાઓની વગ મહીસાગર નદીમાં ગેરકાયદે ખનન માટે તા.14 એપ્રિલ 2022 ના રોજ અરજદાર દ્વારા મુખ્યમંત્રી, કલેક્ટર, એ.સી.બી, ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર તમામ જગ્યાએ અરજી કરી આ ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી જાણ કરવામાં આવી હતી. પરંતુ તેમના મળતીયાઓને અગાઉથી જાણ કરી ગેરકાયદે ખનન બંધ કરાવી લાખો રૂપિયાની મશીનરી સુરક્ષિત સ્થળે ખસેડી ભગાડી મુકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...