ખેડા જિલ્લામાં જિલ્લાવાસીઓ રમતગમતના ક્ષેત્રમાં આગળ વધે તેવા આશયથી મહેમદાવાદના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે તાજેતરમાં મહેમદાવાદ પ્રિમિયર લીગ (MPL) ક્રિકેટ ટુર્નામેન્ટનુ સિહુજ ખાતે આયોજન કર્યું હતું. આ મેચની ગતરોજ પૂર્ણાહુતિ થઇ હતી. જેમા ફાઈનલ મેચમાં સિહુંજની ટીમનો વિજય થયો છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સિહુંજ ગામ ખાતે મહેમદાવાદ પ્રીમિયર લીગ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. રાજ્ય સરકારના ગ્રામ્ય વિકાસ મંત્રી અને મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને ખેડાજિલ્લા ભાજપ સંગઠનના પ્રયાસથી આ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન થયું હતું. જેમાં મહેમદાવાદ વિધાનસભાની 130 જેટલી મહેમદાવાદ શહેર અને મહેમદાવાદ ગ્રામીણ વિસ્તારોની ટિમોએ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટના પ્રારંભ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યો હતો. ગતરોજ ફાયનલ મુકાબલો સિહુંજ અને કઠવાડાની ટીમ વચ્ચે યોજાયો હતો. જેમાં સિહુંજની ટીમનો 38 રને વિજય થયો હતો. સિહુંજની ટીમને આયોજકો તરફથી 2 લાખ 34 હજાર રૂપિયાનો રોકડ પુરુસ્કાર અને વિજેતા ટ્રોફી આપવામાં આવી હતી. તેમજ રનર્સ અપ ટીમને 70 હજાર રૂપિયાનો રોકડ પુરુસ્કાર અને રનર્સ અપ ટ્રોફી અપાઈ હતી. આ ઉપરાંત આ ટુર્નામેન્ટ ભાગ લેનાર 130 ટીમોને મહેમદાવાદ પ્રીમિયર લીગ રાત્રી ટુર્નામેન્ટના આયોજકો તરફથી બેટ વિતરણ કરવામાં આવ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.