હવામાન:ચરોતરમાં હળવો વરસાદ, વાદળો છવાતા ગરમીમાં 2 ડિગ્રીનો ઘટાડો

ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડામાં પોણો ઇંચ વરસાદ, બજારોમાં પાણી ભરાયા

ચરોતરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ ફરમાવ્યો હતો. જેના કારણે મહતમ તાપમાન 7 દિવસ 8 ડિગ્રી વધી જતાં દિવસે ભારે ગરમીનો અહેસાસ વર્તાતો હતો. ગુરૂવારે વહેલી સવારથી સમગ્ર ચરોતરમાં કાળાડિંબાગ વાદળો છવાયા હતા. પવનની ગતિમાં 4 કિમીનો વધારો થયો હતો. ખેડા,આણંદ સહિત કેટલાંક તાલુકામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. જેના કારણે ગરમીનો પારો 2 ડિગ્રી ઘટી જતાં રાહત થઇ હતી ખેડામાં અડધો કલાક સુધી સતત વરસાદી ઝાપટું પડતા 19 એમએમ. જેટલું પાણી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી વળ્યું હતું. જોકે ફક્ત પોણો ઇંચ વરસાદ માં શહેરના રસ્તા પર પાણી ભરાયા હતા. સરદાર ચોકમાં પાણી ભરાતા ખરીદી માટે આવેલા લોકોને પાણી ડહોળવાની ફરજ પડી હતી. ખેડા હાઇવે થી બસ સ્ટેન્ડ સુધી પાણી ભરાયા હતા. સાથે સાથે ખેડા એસ.ટી. સ્ટેન્ડમાં પણ ઢીંચણ સમા પાણી ભરાયા હતા.આણંદ શહેરમાં સવારથી વાદળો વચ્ચે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી છુટછવાયા છાંટા સતત વરસ્તા હતો.જેના કારણે માર્ગો ભીંજાઇ ગયા હતા. વાતાવરણ ઠંડક વ્યાપી ગઇ હતી. આંકલાવ, બોરસદ અને અન્ય વિસ્તારમાં છાંટા પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...