ઉજવણી:નડિયાદમાં ખેડા જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર વિભાગ દ્વારા 'નારદ જયંતિ'ની ઉજવણી કરાઈ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ કાર્યક્રમમા ઉપસ્થિત મહાનુભવોનું પુસ્તક આપી અભિવાદન કરાયું

સમાજનો ચોથો મજબૂત ગણાતો આધાર સ્તંભ એટલે પત્રકારિતા. નડિયાદમાં ખેડા જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર વિભાગ દ્વારા 'નારદ જયંતિ'ની ઉજવણી કરાઈ છે. જેમાં ખેડા જિલ્લાના બહોળી સંખ્યામાં પત્રકાર ભાઇ-બહેનો હાજર રહ્યા હતા.

ખેડા જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર વિભાગ દ્રારા નડિયાદ સંઘ કાર્યાલય ખાતે નારદ જયંતિ ઉજવણી કરવમાં આવી હતી. આ કાર્યક્રમમા ઉપસ્થિત બંધુનોનુ પુસ્તક આપી અભિવાદન કરાયુ હતુ અને નારદજીના આદિ પત્રકાર સંવાદદાતા તરીકે પ્રસંગોની વાત અને વર્તમાન સમયમા પત્રકારત્વનુ મહત્વ અને વર્તમાન સમાજ જીવનમા આપણી ભૂમિકા પર ખુબ જ સરસ સંવાદ થયો હતો.

ખેડા જિલ્લાના વરીષ્ઠ પત્રકારો હાજર રહ્યા હતા. વધુમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સહ કાર્યવાહ ડો.સુનિલભાઇ બોરીસા, તથા ખેડા જિલ્લા સંઘસંચાલક વસંતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...