સમસ્ત બ્રહ્મસમાજ ખેડા જિલ્લા દ્વારા નડિયાદ કલેક્ટરને આવેદનપત્ર આપી કાશ્મીરી પંડિતો પર થતા હુમલાની તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે.
ખેડા જિલ્લા કલેક્ટર અને દેશના વડાપ્રધાનને ઉદ્દૈશી અપાયેલા આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સનાતન કાળથી બ્રાહ્મણએ હમેશા જન સમુદાય માટે ત્યાગ ,બલિદાન તથા સેવામાં આગળ રહેલ છે. જેની અનુભતી આઝાદીની લડતથી માંડી અને ગુજરાતની ચળવળમાં પણ જોઈ શકાય છે. આઝાદી બાદ બ્રાહ્મણોઓ ઉપર અમાનુષી અત્યાચાર થઈ રહેલા છે.જે અત્યંત ખેદ પણ છે.
1990ના દશકમાં કાશ્મીરી બ્રાહણ પંડિતો ઉપર થયેલ અમાનુષી અત્યાચાર એ ભારતના ઉજ્જવળ ઇતિહાસનું અત્યંત કલંકિત પ્રકરણ છે. તાજેતરમાં કાશ્મીર પંડિત સ્વ. રાહુલ ભટ્ટની હત્યા એ ખુબ જ દુખદ ઘટના બનેલ છે.
આ ઘટનાને અમો સમસ્ત બ્રાહ્મણો એક જુથ થઈને વખોડીએ છીએ. હત્યારા આતંકવાદીઓ સામે કડક પગલાં ભરી અને કોઈ પણ બ્રાહ્મણ જ નહીં પરંતુ કોઈપણ ભારતીય ઉપર ભવિષ્યમાં આવા આતંકવાદી હુમલા ન થાય તે માટે યોગ્ય પગલાં ભરી અને કાશ્મીરી પંડિતોને તથા તમામ ભારતીયોને રક્ષણ આપી અને તેમનું પુનઃ વસન કરાવવા માટે માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.