ખેડા તાલુકાના કલોલી ગામની સીમમાં હનુમાનજી મંદિરની પાછળ ખારીકટ કેનાલના કિનારે જીન્સ પેન્ટની ગેરકાયદેસર ફેક્ટરી ચાલી રહી છે. જે ફેક્ટરીની અંદર જીન્સ પેન્ટનું કલર કામ કરવામાં આવી રહ્યું છે. કલર કરીને તેને ધોવામાં આવતા તેમાંથી નીકળતું પ્રવાહી અને કલર યુક્ત કેમિકલવાળું પાણી ફેકટરીના પાછળના ભાગેથી પસાર થતી ખારીકટ કેનાલમાં પાઇપ મારફતે 24 કલાક ખુલ્લેઆમ છોડી ખારીકટ કેનાલને દૂષિત કરવાનું કામ છેલ્લા ધણા સમયથી ચાલી રહ્યું છે.
ફેક્ટરીમાં જીન્સના પેન્ટોમાં જે કલર કરવા માટે કેમિકલનોનો ઉપયોગ કરવામાં આવે છે અને પેન્ટોને પ્રોસેસ કરીને ધોવામાં આવે છે. ત્યારબાદ પેન્ટોને ખુલ્લા ખેતરોમાં સૂકવવામાં આવે છે. જેને લઈને આજુબાજુના સીમ વિસ્તારોમાં દુર્ગંધ પણ ફેલાઈ હતી.
જેને કારણે આસપાસના વિસ્તારના લોકો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ બાબતે ફેક્ટરીના માલિકનો સંપર્ક કરતા તેમણે ફોન પર વાત કરવાનું ટાળ્યું હતું. આ બાબતે વધુમાં સ્થાનિક તંત્ર અને જીપીસીપી દ્વારા તપાસ કરવામાં આવે અને કાયદેસર ફેક્ટરીના માલિક ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.