તપાસ:ખેડામાંથી ઝડપાયેેલ ગેરકાયદે ઘઉંના જથ્થાની તપાસ તેજ

ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘઉંના જથ્થા અંગે અધિકારીની પૂછપરછ

ગુરૂવારના રોજ સ્થાનિક મામલતદારે ઝડપી પાડેલ ઘઉંના જથ્થાની તપાસ તેજ કરી છે. આ ઘઉં ક્યાંથી લાવતા હતા કેટલાક સમયથી આ વેચાણ કરી રહ્યા હતા ઘઉં સરકારી ડેપોના છે કે કેમ આ અંગે અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા સરદાર માર્કેટમાં આવેલ બે દુકાનોમાં ગુરુવારે ખેડા પુરવઠા મામલતદારની ટીમે દરોડા પાડ્યા હતા માર્કેટમાં આવેલ બે દુકાનમાં વેપારી દ્વારા છૂટક ગ્રાહકોને ઘઉં વેચવાનું કામ ચાલતું હતું જેમાં ખેડા મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે દુકાન ઉપર એકાએક રેડ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

ઘઉંનો જથ્થો શંકાસ્પદ હોય એવું લાગી રહ્યું હતું. જને લઈને ઘઉંનો જથ્થો સરકારી ગોડાઉન ખાતે મોકલી આપ્યો છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો છે. તેમજ આ અંગે ઘઉં ક્યાંથી લાવવામાં આવતા હતા એ અંગે કાર્યવાહી ચાલુ છે. આ દરોડો અંગે જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ મોકલી આપી હાલ તપાસ હાથ ધરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...