• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • In The Last Fortnight, 194 Persons Were Given Emergency Treatment Despite The General Drop In Temperature In The District Including Nadiad.

અંગ દઝાડતી ગરમી:નડિયાદ સહિત જિલ્લામાં તાપમાન સામાન્ય ઘટાડો છતાં હિટવેવ યથાવત, છેલ્લા પખવાડિયામાં 194 વ્યક્તિઓને ઈમરજન્સીમા સારવાર અપાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદમાં 41 ડિગ્રી ગરમી, સ્વાસ્થ્ય બગડ્યાના કિસ્સાઓમા વધારો

અંગ દઝાડે તેવા તાપથી સૌકોઈ ત્રસ્ત બન્યા છે. આવા તાપના કારણે લોકોના હાલ બેહાલ બન્યા છે. તો બીજી બાજુ ખેડા જિલ્લામાં 'લૂ' લાગવાથી ઝાડા, ઉલ્ટી, માથુ દુઃખવા જેવી તકલીફો વાળા કેસોમા નોંધપાત્ર વધારો થયો છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગે જિલ્લા વાસીઓને બપોરના સમયે કામ વગર બહાર ન ફરવા અપીલ કરી છે. આકારા તાપમા છેલ્લા 2-3 દિવસથી સામાન્ય ઘટાડો છે તેમ છતાં પણ સમગ્ર જિલ્લામાં હિટવેવ યથાવત છે.

ખેડા જિલ્લામાં થોડા દિવસથી ગરમી ઘટવા છતાં હિટવેવના પગલે જિલ્લામાં આગ ઓકતી ગરમી પડી રહી છે. જિલ્લામાં અગાઉના દિવસોમાં 46 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તો સોમવારે 41 ડિગ્રી ગરમી નોંધાઈ છે. તાપમાન સામાન્ય ઘટવા સાથે ફૂંકાતા ગરમ પવનના કારણે જિલ્લામાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ગરમીના કારણે ઠંડા પીણાની હાટડીઓ પર સમી સાંજે અને રાત્રે લોકોનો ભારે જમાવડો થાય છે. તો બીજી બાજુ આવા આકરા તાપથી 'લૂ' લાગવના બનાવો વધ્યા છે. ઝાડા, ઉલ્ટી, માથુ દુઃખવા જેવી તકલીફોથી જીલ્લા વાસીઓ ભોગ બન્યા છે. આકરા તાપમાં છેલ્લા બે દિવસથી મહદઅંશે ઘટાડો થયો છે.‌ પરંતુ આમ છતાં પણ હિટવેવ યથાવત છે. આવી કાળઝાળ ગરમીમાં લોકોને પુસ્કળ પ્રમાણમા પાણી તથા લીંબુ સરબતનુ સેવન કરવા તબિબો જણાવી રહ્યાં છે.

ખેડા જિલ્લામાં અંગ દઝાડતી ગરમી વચ્ચે છેલ્લા પખવાડિયામાં 194 વ્યક્તિઓની તબિયત લથડી છે. આ તમામે તમામ વ્યક્તિઓએ 108 ઈમરજન્સી સેવામા સારવાર કરાવી છે. 1 મેથી 15મે દરમિયાન જિલ્લાના 108 ઈમરજન્સી વિભાગ પાસે પેટના દુખાવાના 71 કેસ, બેભાન થવાના, પડી જવાના અને ખેંચ આવવાના 60 કેસ, પેટના દુખાવા અને ઝાડા ઉલ્ટીના 37 કેસ, વધારે પડતા તાવ આવવાના 24 અને તાપમાનથી 2 લોકો મળી કુલ 194 વ્યક્તિઓએ સારવાર આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...