• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • In Nadiad, The Education Officer, Who Was Excluded From The Student Scholarship, Sent A Notice To The School Principal And Demanded An Explanation.

શિષ્યવૃત્તિથી બાકાત વિદ્યાર્થી:નડિયાદમાં શાળાનો વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી બાકાત રહેતા શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્યને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • આચાર્યએ આપેલા ખુલાસાને સાચું માની કચેરી દ્વારા તપાસ પડતી મુકાતા વાલીમાં આક્રોશ

સરકાર વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવા સ્કોલરશીપ આપે છે. નડિયાદમાં આવેલી એક શાળા દ્વારા વિદ્યાર્થીઓને મળતી કેન્દ્ર સરકારની પ્રી. મેટ્રિક સ્કોલરશીપ બાબતે વેરિફિકેશન આપવામાં આળસ દાખવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત રહ્યો છે. આ બાબતે જિલ્લા શિક્ષણા અધિકારીને રજૂઆત કરાતા જિલ્લા શિક્ષણ અધિકારીએ આ શાળાને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

નડિયાદમાં સલુણ બજાર વિસ્તારમાં આવેલ જુના ગાજીપુરમાં રહેતા મલેક ઝાકીરહુસેનનો પુત્ર નડિયાદમાં મોગલકોટ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરે છે કેન્દ્ર સરકારની પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ઝાકીર હુસેને પોતાના પુત્રની શિષ્યવૃત્તિ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી. બાદમાં તમામ ડોક્યુમેન્ટ શાળામાં જમા કરાવ્યા હતા.

પ્રિ.મેટ્રિક શિષ્યવૃતિ માટે કરેલી ઓનલાઈન અરજીની ચકાસણી કર્યા બાદ આની ખરાઇ માટે સમાજ કલ્યાણ કચેરી દ્વારા જે તે શાળાને ઓન લાઈન અરજીઓ મોકલી વેરિફિકેશન માટે જણાવવામાં આવે છે. પરંતુ આ શાળાએ ઝાકીર હુસેન મલેકના પુત્રની અરજીનું વેરિફિકેશન કર્યું નહોતું. જેના કારણે 2020ની વર્ષની શિષ્યવૃતિ ઝાકીરહુસેન મલેકના પુત્રને મળી નહોતી. તેમણે સમાજ કલ્યાણ ખાતામાં તપાસ કરતા સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કુલ મોગલ કોટ દ્વારા વિદ્યાર્થીના ભરેલા શિષ્યવૃત્તિના ફોર્મની વેરિફિકેશન ન હોય અરજી દફતરે થઇ હોવાનું જણાવ્યું હતું.

ઝાકીર હુસેન મલેકે શાળામાં જઈ તપાસ કરતા શાળા દ્વારા માત્ર એટલું જ જવાબ આપવામાં આવ્યો હતો કે તમારી અરજીની સંસ્થા તરફથી વેરિફિકેશન કરવામાં આવ્યું છે. જોકે ઓન લાઈન જોતા વેરિફિકેશન થયું નથી તેવું બતાવતા મલેક ઝાકીર હુસેન આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નડિયાદમાં લેખિતમાં રજૂઆત કરી હતી.

આ રજૂઆતના આધારે ખેડા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નડિયાદ સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલના આચાર્યને નોટિસ પાઠવી આ બાબતનો ખુલાસો માગ્યો હતો. જોકે ખુલાસા પણ શાળાના આચાર્ય એ તારીખ 23/ 12 /2020 ના રોજ લિખિત આપેલા જવાબમાં જણાવ્યું હતું કે શાળા તરફથી વેરિફિકેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. સાથે સાથે નોટિસના જવાબમાં એવું પણ દર્શાવ્યું છે કે વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ માટે વેરિફિકેશન કરવાનું હતું તે અંગે શાળાના આચાર્યના રજીસ્ટર મોબાઇલ નંબર પર કોઈ મેસજ મળ્યું નથી એક તરફ કહે છે કે વેરિફિકેશન કર્યું છે અને બીજી તરફ કહે છે કે અમને આવો કોઈ મેસેજ મળ્યો નથી આમાં સાચું શું?? એ પ્રશ્ન પણ મહત્વનો બન્યો છે.

હાલમાં નડિયાદનો એક વિદ્યાર્થી શાળાની બેદરકારીના કારણે શિષ્યવૃત્તિ થી વંચિત રહ્યો છે આમાં શાળા દ્વારા પોતાના તરફથી તમામ કામગીરી પૂર્ણ થયું હોવાનું જણાવે છે તો બીજી બાજુ સમાજ કલ્યાણ કચેરી આ બાબતે વેરિફિકેશનના અભાવે શિષ્યવૃત્તિ મળી નથી તેવું દર્શાવે છે આમાં વાંક કોનો એ પ્રશ્ન પણ મહત્વનો બન્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શાળાને નોટિસ આપ્યા બાદ તેમના ખુલાસાને માન્ય રાખી આગળની તપાસ પડતી મૂકી છે.

આ માત્ર એક વિદ્યાર્થીનો સવાલ નથી આવા તો ઘણા વિદ્યાર્થીઓ શાળા તરફથી વેરિફિકેશન ના અભાવે શિષ્યવૃત્તિ વંચિત રહ્યા હશે. જિલ્લામાં આવી ઘણી શાળાઓ છે પરંતુ આ શાળાઓ સામે સમાજ કલ્યાણ ખાતું પણ ચૂપ છે. તેમજ જિલ્લા શિક્ષણા અધિકારી તરફથી પણ યોગ્ય પગલાં ભરવામાં આવતાં નથી જેના કારણે ગરીબ વિદ્યાર્થીઓ શિષ્યવૃતિ વંચિત રહી જાય છે.

ખેડા જિલ્લામાં કેટલી શાળાઓના વિદ્યાર્થીઓ શાળાના વેરિફિકેશન ના અભાવે શિષ્યવૃતિ થી વંચિત રહ્યા છે તે બાબતને તપાસ કરાવે અને જો શાળાઓના આચાર્યની બેદરકારી હોય તો તેમની સામે પગલાં ભરે તેવી વાલી જગતની માંગ છે બીજી બાજુ સમાજ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા પણ વિદ્યાર્થીઓનું વેરિફિકેશન ન કરનાર શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ કરે તે માટે આવી શાળાઓના નામ સરનામા અલગ તારવી જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખી આ શાળાઓ સામે પગલાં ભરવા જણાવે તેવી માંગ ઉઠી છે.

આમ થશે તો ભવિષ્યમાં શાળા દ્વારા બેદરકારી રાખવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓને પોતાના હકની શિષ્યવૃત્તિ મળશે આ માટે સમાજ કલ્યાણ ખાતુ તેમજ શિક્ષણ અધિકારીની કચેરી એ જાગૃત થવા જેવું છે તેવું વાલીઓનુ કહેવુ છે. હાલમાં એક વાલી પોતાના બાળકને શિષ્યવૃતિ ન મળતા આર્થિક મુશ્કેલીમાં આવી ગયો છે જો આમાં શાળાની બેદરકારી તપાસમાં બહાર આવે તો શાળા દ્વારા આ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે તેવી પણ માંગ છે.

અન્ય સમાચારો પણ છે...