ફરિયાદ:નડિયાદમાં બે સગા ભાઈઓએ મહિલાની જાતીય સતામણી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ‌ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમા ફરિયાદ નોંધાવી

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમા નજીવી બાબાતે બોલાચાલી થયા બાદ મહિલાની જાતીય સતામણી કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદના મંજીપુરા રોડ પર આવેલ સંતરામપુર નગરમાં ગતરોજ બપોરના સમયે પથ્થર બેસાડવા બાબતે એક મહિલા સંતરામનગરમાં રહેતા હર્ષદ મોહન પટેલ સાથે વાતચીત કરી રહી હતી. આ સમયે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. હર્ષદ પટેલ મહિલા અને સાથેના વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હતો. આ સમયે ઉશ્કેરાયેલ હર્ષદ પટેલે મહિલાને હાથ પકડી નીચે પાડી દઈ ઢસડી હતી. બાદમા મહિલા પર ચઢી બેસી બ્લાઉઝ ફાડી નાખી હિતેશ પટેલે જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાની જાતીય સતામણી કરી હતી.

આ સમયે હિતેશભાઈનુ ઉપરાણું લઈને દોડી આવેલા તેમના નાનાભાઈ નીલેશે મહિલાના બંને પગ પકડી રાખ્યા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત બન્ને ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 354 (A) મુજબ‌ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...