પગરખાં વિતરણ:નડિયાદમાં સેવાભાવી સંસ્થા દ્વારા ગરીબોને 17 હજાર નંગ પગરખાંનું વિતરણ કરાયું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકો પાસેથી પગરખાં ઉઘરાવી તેને રીપેર કરી ગરીબોને પહેરવા માટે આપ્યા

અંગ દઝાડતી ગરમી વચ્ચે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કેટલીક સામાજિક સંસ્થાઓ સરાહનીય કામગીરી કરી રહી છે. નડિયાદમાં વધુ એક સંસ્થા દ્વારા શ્રમજીવી પરિવારોને પગરખાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. લગભગ 17 હજાર જેટલા જોડી પગરખાં વિતરણ થયા છે.

જુનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ નડિયાદ દ્વારા પગરખાં પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ચેરમેન 2022 જુનિયર જેસી જય મહેતા, તત્કાલીન ભૂતપૂર્વ ચેરમેન મૈત્રી કવિ, પ્રોગ્રામ ચેરમેન જુનિયર જેસી વેદાંત કવિ, જોઈન્ટ પ્રોગ્રામ ચેરપરસન જુનિયર જેસી કૃતિ સરૈયા,જુનિયર જેસી પ્રાચી શાહ, જુનિયર જેસી હરિવંશ શાહ, જુનિયર જેસી ભાર્ગવ પંડ્યા, જુનિયર જેસી દર્શિત રામી,જુનિયર જેસી હેત્વી પટેલ ઉપરાંત વાઈ.એ.સી ડાયરેક્ટર જેસી રોનક સોની તથા જુનિયર જેસી મિત્રોએ સાથે મળીને નડિયાદના વિવિધ વિસ્તારમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને શોધી પગરખાંનુ વિનામૂલ્યે વિતરણ કર્યું હતું.

આ વર્ષે કુલ 17 હજાર જેટલા ચંપલ આપીને ગરીબોને ભર તડકાથી રક્ષણ આપવાનું ઉમદા કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ સંસ્થાના યુવા લોકોએ લોકો પાસેથી પગરખાં ઉઘરાવી તેને રીપેર કરી ગરીબોને પહેરવા માટે આપ્યા છે. આ સંસ્થા દ્વારા આ સેવાયજ્ઞ માટે છેલ્લા પંદર દિવસથી તનતોડ મહેનત કરવામાં આવતી હતી.

અન્ય સમાચારો પણ છે...