આવેદનપત્ર:મહેમદાવાદ અને ખેડામાં કોંગ્રેસે મોંઘવારીના વિરોધમાં રેલી યોજી

ખેડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકભાજીના હાર, પોસ્ટર, બેનર અને ઝંડા સાથે રેલી નીકળી

પેટ્રોલ, ડીઝલ, ખાતર, તેલ, ગેસ, તેમજ ખાદ્ય ચીજવસ્તુઓનો અસહ્ય ભાવ વધારો થયો છે તેને તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે તથા પ્રજાને પડતી હાલાકી થી બચાવી શકાય તે બાબતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તા.19ના રોજ મહેમદાવાદમાં તથા તા.20ના ખેડા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં ખેડા તાલુકા ખાતે ઢોલ નગારા સાથે રેલી કાઢીને તથા મહેમદાવાદમાં મોંઘવારી વિરોધી આક્રોશ સભા તથા શાકભાજીના હાર, પોસ્ટર, બેનર, ઝંડા સાથે મોટી સંખ્યામાં રેલી કાઢીને શહેરના વિવિધ વિસ્તારોમાં મોંઘવારીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમમાં અમિતભાઈ ચાવડા, રાજેશભાઈ ઝાલા તેમજ જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બંને તાલુકાની વિરોધ રેલીમાં મોટી માત્રામાં કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...