કરૂણાંતિકા:ખેડાના કાજીપુરામાં કંપનીના ટેન્કમાં વેસ્ટેજ સ્લજ કાઢવા જતાં 6 મજૂરો ફસાયા, એકનું મોત, બેની હાલત ગંભીર

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેન્કમાં ગયેલા 3 વર્કરો બેભાન થયા, સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
  • મજૂરોને ફાયરબ્રિગેડની મદદથી બહાર કઢાયા, એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ખેડા પાસેના કાજીપુર નજીક આવેલી એક કંપનીમાં ટેન્કમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ગયેલા 6 વર્કરો અંદર ફસાઇ ગયા હતા. જેમાંથી 3 વર્કરો બેભાન થઇ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ 6 મજૂરોને ફાયરબ્રિગેડની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 3 મજૂરોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંના એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બેભાન વર્કરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આજે મંગળવારના રોજ ખેડા તાલુકાના કાજીપુરા પાસે આવેલા અલ્કા બેરલ કેમિકલ પ્રા લિ. નામની કંપનીમાં કેમિકલ ટેન્કમાં વેસ્ટેજ સ્લજ કાઢવા 6 વર્કર ટેન્કમાં ગયા હતા. આ તમામ મજૂરો અંદર ફસાઈ ગયા હતા. જેમને ફાયરબ્રિગેડની મદદથી બહાર‌ કાઢવામાં આવ્યા હતા. જેમાંના 3 મજૂરોને બેભાન અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંના એક મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

બહાર કાઢવામાં આવેલા મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે ખેડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ઘાયલ સુરેશભાઈ બારીયા કાજીપુરાને ચરોતર હોસ્પિટલ ખાતે, ધનજીભાઈ રમણભાઈ વાસણાને સિવિલ હોસ્પિટલ ખાતે અને મકસુદભાઈ રતનપુર માતરને યુનિટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, જેમાંના ધનજીભાઇ નામના વર્કરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

જીપીસીબીનું દર વખતની જેમ સેમ્પલો લેવાનું નાટક
આ બનાવની જાણ જીપીસીબીને થતા ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. આ બનાવ બાદ મામલો થાળે પાડવા માટે ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. જોકે સ્થાનિકોની ફરિયાદ છેકે ઘટના પહેલા યોગ્ય કાર્યવાહી કરી હોત તો આવી ઘટના ના બનતી. જીપીસીબી દ્વારા કાર્યવાહીના નામે ફક્ત સેમ્પલ લેવામાં આવે છે જેના રિપોર્ટ કદી કોઇને ખબર પડતી નથી.

અન્ય સમાચારો પણ છે...