ખેડા જિલ્લામાં વાહન અકસ્માતોના ગુનાઓ અટકવાનુ નામ નથી લઈ રહ્યાં. આ વચ્ચે વધુ ત્રણ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ બનાવ અંગે કપડવંજ ,મહુધા અને ખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ જવા પામી છે.
પહેલા બનાવની વિગત મુજબ કઠલાલ તાલુકાના શાહપુરમાં રહેતા 19 વર્ષીય વિશાલભાઈ મુકેશભાઈ પરમારની સાસરી નારના મુવાડા ખાતે થાય છે. તે તેમની સાસરીમાં સામાજિક પ્રસંગ હોય તેમની પત્ની સાસરીમાં એટલે કે તેના પિયરમાં ગઈ હતી વિશાલભાઈ અને તેમનું પરિવાર પણ પ્રસંગમાં ગયા હતા પ્રસંગ પૂરો થતાં ઘરે આવ્યા હતા પરંતુ તેમની પત્ની બે દિવસ વધુ પિયરમાં રોકાઇ હતી. પત્નીને ગઈકાલ વિશાલભાઈ પોતાની મોટરસાયકલ પર લેવા નીકળ્યા હતા તેમની મોટરસાયકલ તોરણા પાટિયા નજીક આવી તે વખતે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમની મોટર સાઇકલને ટક્કર મારી હતી. આ સર્જાયેલા અકસ્માતમાં વિશાલભાઈ મુકેશભાઈ પરમારને ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મરનાર વિશાલભાઈના પિતા મુકેશભાઈ પરમાર કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
બીજા બનાવની વાત કરીએ તો ખેડા તાલુકાના કાજીપુરામાં રહેતા ભરતભાઈ કાળુભાઈ ઠાકોર અને તેમના મિત્ર રાજેન્દ્રભાઈ પરમાર એક કંપનીમાં નોકરી કરે છે નોકરી પરથી છૂટયા બાદ તેઓ ચાલતા ચાલતા હાઇવે પર થઈને ઘરે આવતા હતા તે વખતે પાછળથી આવેલા એક અજાણ્યા વાહનચાલકે ભરતભાઈ કાળુભાઈ ઠાકોરને અડફેટે લીધા હતા જેના કારણે ભરતભાઈ ઠાકોર ગંભીર ઇજા થઈ હતી સારવાર માટે દાખલ કરતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રાજેન્દ્ર ભાઈ પરમારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
ત્રીજા બનાવવાની વાત કરીએ તો વિરપુર તાલુકાના ડેભારીમાં રહેતા રમેશભાઈ મોહનભાઈ ખાટ દૂધની ટેન્કર ચલાવે છે તેઓ ટેન્કર લઈને લાડવેલ ચોકડીથી અલીણા તરફ જતા હતા તે વખતે મહીસા ગામની સીમમાં સામેથી આવતી આયસર ટ્રકના ચાલકે ટેન્કરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રમેશભાઈ ખાટને ગંભીર ઇજા થતા તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહુધા પોલીસ સ્ટેશનમાં મણીભાઈ મથુરભાઈ ખાંટની ફરિયાદ આધારે પોલીસે આયશર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.