તસ્કરોનો ત્રાસ:કપડવંજમાં પરિવાર ધાબા પર સૂવા ગયો અને ઘરમાંથી તસ્કરો રૂ. 1.25 લાખની ચોરી આચરી ફરાર

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર ગહેરી ઊંઘમાં સુઈ રહ્યો અને ઘરમાંથી રૂપિયા 1.25 લાખની મતાની ચોરી
  • કપડવંજ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. કપડવંજમાં ડાકોર રોડ પર આવેલી ગંગોત્રી સોસાયટીમાં રહેતો એક પરિવાર ગત રવિવારે રાત્રિના સમયે મકાનના ધાબા પર ઊંઘી રહ્યો હતો. આ સમયે ત્રાટકેલ તસ્કરો ચોરીને અંજામ આપી ફરાર થયા છે. ઘર માલિકે કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કપડવંજ શહેરના ડાકોર રોડ પર આવેલી ગંગોત્રી સોસાયટીમાં દિનેશભાઇ કેશવભાઇ રોહીત રહે છે. તેઓ લાડવેલ ગામે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. દિનેશભાઈ અને તેમનો પરિવાર ગત રવિવારની રાત્રીના સમયે જમી પરવારી મકાનને તાળું મારી અગાસી પર સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રીના કોઈપણ સમયે ત્રાટકેલા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાને મારેલ તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને રૂમમાં આવેલી તિજોરીમાં મુકેલા સોના ચાંદીના ઘરેણાં તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 1 લાખ 25 હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

બીજા દિવસે વહેલી સવારના દિનેશભાઈના પત્ની અને પુત્ર અગાસી પરથી ઊંઘમાંથી ઊઠી નીચે આવ્યા હતા. ત્યારે બંને મકાનના દરવાજાએ મારેલા તાળા તૂટેલી હાલતમાં જોતાં તેમને ચોરી થઇ હોવાની ઘટનાની જાણ થઈ હતી. જેથી તેમણે કપડવંજ શહેર પોલીસને જાણ કરી ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...